Site icon News Continuous Bureau | Mumbai

લોકલ ટ્રેનમાં બોગસ આઈ કાર્ડ સાથે પ્રવાસ કરનારાને રોકવા મહારાષ્ટ્ર સરકારનો નવો કિમીયો. હવે પ્રવાસીઓ ને ટ્રાવેલ કરતા પહેલા કરવું પડશે આ કામ. નહીંતો દંડાશો…જાણો વધુ વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, ૨૮  જૂન 2021

Join Our WhatsApp Channel

સોમવાર

સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ છે.  તેથી નોકરી પર પહોંચવા હજારો લોકો બોગસ આઈ કાર્ડ બનાવીને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા પકડાઈ રહ્યા છે.  તેને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે યુનિવર્સલ પાસ આપવાની છે. અત્યવાશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને આ પાસ આપવામાં આવશે. આ પાસ હશે તે લોકો જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે.

ફક્ત અત્યવાશ્યક સેવા સાથે સંકળાયેલા કર્માચારીને  જ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી છે. છતાં દરરોજ લગભગ 30 લાખ લોકો ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે. તેથી મહારાષ્ટ્ર સરકાર પણ ચોંકી ગઈ છે. કોરોનાને ફેલાતો રોકવા માટે સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધ છે. છતાં આટલી મોટી સંખ્યામાં લોકો ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે. તેથી સરકારે રેલવેને પત્ર લખ્યો છે. 

બાપરે! મુંબઈને માથે પાણીકાપનું સંકટ જાણો વધુ વિગત 

ત્રીજી લહેરનું જોખમ અને ડેલ્ટા પ્લસ વેરિયેન્ટના જોખમને આગળ કરીને  સરકાર લોકલમાં સામાન્ય નાગરિકોને પ્રવાસ કરવા મંજૂરી નથી આપતી. યુનિવર્સલ પાસ મેળવવા માટે અત્યાવશ્યક સેવાના કર્મચારીએ પોતાનો ફોન નંબર પોતાની ઓફિસ સાથે તેમ  જ કંપનીના રજિસ્ટ્રેશન નંબર પર તેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તે માહિતી ક્રોસ ચેક કરાશે. ત્યારબાદ જ તેને પ્રવાસ કરવા ક્યુઆર કોડ આપવામાં આવશે.

Borivali Gas Fraud બોરીવલીમાં મહાનગર ગેસનો કર્મચારી બની ૮૦ વર્ષીય નિવૃત્ત વડીલ સાથે છેતરપિંડી, વાલ્વ બદલવાના નામે રૂ. ૧૯,૭૫૦ પડાવ્યા
Wife Sells Joint Flat Using Fake Death Certificate જીવિત પતિનું ખોટું મરણ પ્રમાણપત્ર બનાવી પત્નીએ વેચી દીધો સંયુક્ત ફ્લેટ; બોરીવલીની ઘટનામાં મહિલાની ધરપકડ
Cyber Fraud Prevention નિવૃત્ત વાયુસેના અધિકારી પાસે ‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપી ૨.૫૫ કરોડની માંગણી, સતર્કતાથી ઠગાઈ ટળી
Khar Police Station Arrests Accused ખાર પોલીસ સ્ટેશનની મોટી સફળતા ૨૦૦૫ના ચોરીના કેસમાં ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ
Exit mobile version