Site icon

કયા બાત હેં! ઈતિહાસ ફરી જીવંત કરાશે, મુંબઈ કિલ્લાના સવંર્ધન માટે 100 કરોડ રૂપિયા ખર્ચાશે. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ઐતિહાસિક વારસાને જાળવી રાખવા અને હેરિટેજ બાંધકામનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે મહારાષ્ટ્ર સરકારે પોતાના બજેટમાં ખાસ જોગવાઈ કરી છે. તે મુજબ મુંબઈમાં શિવડી અને સેંટ જ્યોર્જ કિલ્લાના સંવર્ધન માટે સરકારે બજેટમાં 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

રાજ્ય સરકારે મુંબઈ સહિત રાજ્યના કિલ્લાના જતન અને તેના સંવર્ધન માટે કરોડો રૂપિયા બજેટમાં ફાળવ્યા છે. જેમાં મુંબઈના શિવડી અને સેંટ જ્યોર્જ કિલ્લાના સંવર્ધન અને તેના જતન માટે 2022-23ના બજેટમાં  છ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામા આવી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં 15 ટકા પાણી કાપ લંબાઈ જશે, મહિના બાદ પણ ભાતસાબંધમાં સમારકામના ઠેકાણા નહીં; જાણો વિગતે…

શિવડી કિલ્લા રાજ્ય સરકારના અખત્યાર હેઠળ આવે છે. રાજ્યનું પુરાતન ખાતા પાસે ભંડોળ ન હોવાથી તેની તરફ દુર્લક્ષ સેવામાં આવ્યું હતું.

સરકારે 100 કરોડ રૂપિયાની ભંડોળ ફાળવતા હવે મુંબઈ સહિત રાજ્યના અન્ય શહેરોમાં આવેલા રાજગઢ, તોરણા, શિવનેરી, સુધાગઢ, વિજયદુર્ગ અને સિંધુદુર્ગ જેવા કિલ્લાના પણ સંવર્ધન પાછળ પૈસા ખર્ચવામાં આવશે.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version