Site icon

મુંબઈગરાનો રેલવે પ્રવાસ થશે વધુ સુવિધાજનક: નવો ફૂટઓવર બ્રિજથી લઈને એસી વેઇટિંગ રૂમ જેવી સુવિધાઓ ખુલ્લી મુકાઈ, જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 17 નવેમ્બર  2021 
બુધવાર. 

કોરોનાની વેક્સિનનો બંને ડોઝ લેનારાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે રેલવે દ્વારા મુંબઈગરાનો પ્રવાસ વધુ સુવિધાજનક બનવાનો છે. આજે મુંબઈના વેસ્ટર્ન રેલવેના ડિવિઝન સહિત સેન્ટ્રલ રેલવેમાં જુદી જુદી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવવાનું છે. જેમા ફરેરે રોડ ઓવર બ્રિજ ખુલ્લો મુકવાની સાથે જ ઈન્ટીગ્રેટેડ સર્વિલેન્સ સિસ્ટમ (ISS), મુબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર અત્યાધુનિક “POD” સંકલ્પના આધારિત રિટાયરિંગ રૂમને ખુલ્લો મુકવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

દેશના રેલ, કોલસાના રાજયમંત્રી રાવસાહેબ દાનવેના હસ્તે આ સુવિધાઓનું ઉદ્ઘાટન આજે સવારે કરવામાં આવ્યું છે, જેમાં પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ પર એરકંડિશનર વેઇટિંગ રૂમ, અંબરનાથ અને કોપર સ્ટેશન પર હોમ પ્લેટફોર્મ, મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર કોચ રેસ્ટોરન્ટ અને એક્ઝિક્યુટીવ વેઈટિંગ હોલની સાથે જ મુંબઈ ઉપનગરના જુદા જુદા સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ, એસ્કેલેટર, લિફ્ટ, શૌચાલય પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. એ સિવાય ચર્ચગેટ સ્ટેશન પર પ્રવાસીઓને ફરિયાદ કરવા માટે ખાસ ઓફિસ પણ ખુલ્લી મુકવામાં આવી છે.

રેલવે પ્રવાસીઓ માટે સારા સમાચાર, આજથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પોડ હોટલ શરૂ થશે; જુઓ તસવીરો અને જાણો પોડ હોટલમાં શું સુવિધા મળશે?

ફરેરે રોડ ઓવરબ્રિજ ચર્ચગેટ-વિરાર ખંડના ચર્ની રોડ અને ગ્રાન્ટ રોડ સ્ટેશન વચ્ચે આવેલો છે. જેનું બાંધકામ 1921માં થયું હતું. સપ્ટેમ્બર 2019માં તેનું સ્ટ્રક્ચરલ ઓડિટ થયા બાદ આઈઆઈટી બોમ્બે તેના ગર્ડરોનું સમારકામ કરવા કહ્યું હતું. અસ્તિત્વમાં રહેલા પુલને જાન્યુઆરી 2020માં તોડવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. 23 માર્ચ 2020ના કોવિડને પગલે લોકડાઉન લાગુ થયું હતું. આ દરમિયાન વેસ્ટર્ન રેલવેએ આ કામ 18.65 કરોડના ખર્ચે પૂરું કર્યું હતું.
 

ISS મુંબઈ વિસ્તારમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે સુરક્ષિત યાત્રા પૂરી પાડશે. જેમાં વેસ્ટર્ન રેલવે દ્વારા 66.05 કરોડ રૂપિયાના ખર્ચે ચર્ચગેટથી વિરાર વચ્ચેના 30 સ્ટેશનો પર 2029 ફુલ એચડી ફિક્સડ, 179 ફુલ એચડી પીટીજેડ અને 521 ફુલ એચડીવાળા કેમેરા સહિત કુલ 2729 કેમેરા ઉપનગરીય ખંડને કવર કરતા બેસાડયા છે. આ કેમેરા ભીડમાં પણ ચહેરો ઓળખવું, ટ્રેસ પાસિંગ કંટ્રોલ વગેરે માટે મહત્વના સાબિત થશે.
મુંબઈ સેન્ટ્રલ પર પોડ સંકલ્પના આધારિત રિટાયરિંગ રૂમ બનાવવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ સુવિધા હશે. મુંબઈ સેન્ટ્રલ પર જ વેઈટિંગ હોલને વધુ અત્યાધુનિક સગવડ સાથે બનાવવામાં આવ્યો છે. જેમાં એરકંડિશનડ, કુશનવાલા સોફા, મહિલા, પુરુષ માટે અલગ અલગ શૌચાલય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, ચા અને નાસ્તા વગેરેની સગવડ હશે.

મુંબઈમાં રાત્રે ફરવા નીકળનારાઓ સાવધાન! ફૂટપાથ પર સાયકો કિલરની દહેશત; ગત બે મહિનામાં હત્યાના આટલા કેસ: જાણો વિગત

રેલવેએ 29.07 કરોડ રૂપિયાના ખર્ચે માહિમ(ઉત્તર), બાંદરા(દક્ષિણ), બાંદરા અને ખાર, ખાર, સાંતાક્રુઝ વચ્ચે 5 ફૂટ ઓવરબ્રિજ બાંધ્યા છે. તેથી ટ્રેસ પાસિંગ ને નિયંત્રણમાં લાવી શકાશે. વેસ્ટર્ન રેલવેમાં બોરીવલી અને વિરારમાં એક-એક એસ્કેલટેર 4.60 કરોડ રૂપિયાના ખર્ચે બાંધ્યા છે. સેન્ટ્રલ રેલવેના છત્રપતિ શિવાજી  મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 18 પર બે એસ્કેલેટર, વિઠ્લવાડી સ્ટેશન અને કલાવામા બે-બે એસ્કેલટેર બેસાડયા છે. માટુંગા રેલવે સ્ટેશન પર દક્ષિણ તરફના ફૂટઓવર બ્રિજ પાસે 20 યાત્રીઓની ક્ષમતાવાળી 55 લાખના રૂપિયાના ખર્ચે લિફટ બેસાડવામાં આવી છે. કુર્લામાં 3 અને મુલુંડમાં પણ 1 લિફટ બેસાડવામાં આવી છે.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version