Site icon

વરસાદની ગેરહાજરીમાં મુંબઈ સહિત રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી- મુંબઈગરા પર પાણીકાપનું સંકટ- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં(Maharashtra) આગામી દિવસોમાં પાણીનું સંકટ(Water crisis) વધુ ગંભીર બને એવી શક્યતા છે. ચોમાસાના(Monsoon) આગમન બાદ પણ વરસાદના ઠેકાણા ન હોવાથી મુંબઈ સહિત રાજ્યને પાણી પૂરું પાડનારા જળાશયોમાં(reservoirs) પાણીની સપાટીનાં તળિયા દેખાવા માંડ્યા છે. બુધવારે મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં માત્ર 9.89 ટકા જેટલો પાણીનો સ્ટોક(Water stock) બચ્યો હતો. જો આગામી દિવસમાં સંતોષજનક વરસાદ નહીં પડ્યો તો મુંબઈમાં ચોક્કસ પાણીકાપ (Water cut) મૂકાવાની શક્યતા છે. 

Join Our WhatsApp Community

મુંબઈને દરરોજ અપર વૈતરણા(Upper Vaitarna), મોડક સાગર(Modak Sagar), તાનસા(Tansa), મધ્ય વૈતરણા, ભાતસા(Bhatsa), વિહાર(Vihar)અને તુલસી(Tulsi) આ સાત જળાશયોમાંથી પ્રતિ દિન 3850 મિલિયન લિટર જેટલો પાણી પુરવઠો કરવામાં આવે છે. મુંબઈગરાને આખુ વર્ષ પાણી મળી રહે તે માટે આ તમામ જળાશયોમાં 14,47, 363 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો આવશ્યક છે. 22 જૂન સુધી તમામ જળાશયોમાં માત્ર 14,314 મિલિયન લિટર જેટલો જ પાણીનો સ્ટોક બચ્યો હતો. આટલું પાણી મુંબઈને 37 દિવસ એટલું ચાલે છે.  

મહારાષ્ટ્રના તમામ બંધમાં હાલ માત્ર 22.32 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. વિભાગસ્તરે પાણીનો સ્ટોક જોઈએ તો અમરાવતીમાં 32.81 ટકા, મરાઠવાડ(Marathwada) વિભાગમાં 26.8 ટકા, કોંકણ(Konkan) વિભાગમાં 35.12 ટકા, નાગપુર(Nagpur) વિભાગમાં 27.39 ટકા, નાશિક(Nasik) વિભાગમાં 21.21 ટકા, પુણે(Pune) વિભાગમાં 13.28 ટકા પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે. બંધમાં તળિયા દેખાવા માંડ્યા છે ત્યારે છેલ્લા અનેક દિવસોથી રાજ્યમાં 634 ગામ અને 1396 વાડાઓને ૫૨૭ ટેન્કર દ્વારા પાણીપુરવઠો(Water supply) કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ- ઘરના તાળા તોડનારા ઘરનોકરને 24 કલાકની અંદર દિંડોશી પોલીસે માલમત્તા સાથે ઝડપી લીધો- જાણો વિગત

હવામાન ખાતા(Weather department) અને પાલિકાના(BMC) ઉચ્ચ અધિકારીઓના મતે જુલાઈ સુધી કોઈ નવી સિસ્ટમ ડેવલપ થઈને મુશળધાર વરસાદ(Heavy rain) એવા સંજોગો પણ જણાતા નથી. એવા સંજોગોમાં મુંબઈ સહિત રાજ્યના બંધમાં જળાશયોની સપાટીમાં હજુ ઘટાડો થવાની શક્યતા છે. તેથી મુંબઈમાં પાલિકા તકેદારીના પગલારૂપે પાણી કાપ મુકવા બાબતે વિચાર કરી રહી છે.
 

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version