Site icon News Continuous Bureau | Mumbai

દહિસરમાં તોફાની તત્વોએ BEST બસ પર પથ્થરમારો, અનેક મુસાફરો થયા ઘાયલ.. જુઓ વિડીયો અને જાણો  શું છે સમગ્ર મામલો?

 News Continuous Bureau | Mumbai

મુંબઈ (Mumbai) ના પશ્ચિમી ઉપનગરમાં દહિસર ઇસ્ટ (Dahisar East) ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ વે (Western Expressway) પર બેસ્ટ પ્રશાસનની બસ (BEST Bus) પર પથ્થરમારો (Stone pelting) કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સોમવારે રાત્રે આ ઘટના બની હતી. આ સ્થળે મુસાફરોથી ભરેલી બેસ્ટની બસ પર પથ્થરમારો થતાં હોબાળો મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફરો (Passenger) ને લઈને બસ દહિસર ટોલ બૂથ (Toll Booth) તરફ જઈ રહી હતી ત્યારે બસ એક કાર સાથે અથડાઈ હતી. આ પછી છથી સાત તોફાની યુવકોએ બસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. બસના આગળના કાચ અને બારીના કાચ પણ તૂટી ગયા હતા. ઉપરાંત આ પથ્થરમારામાં બસના ઘણા મુસાફરો ઘાયલ થયા હતા.

Join Our WhatsApp Channel

 

હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. વાયરલ વીડિયોની નોંધ લેતા આ ઘટના સંદર્ભે દહિસર પોલીસે આ યુવકો સામે ગુનો નોંધ્યો છે અને અત્યાર સુધી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. પોલીસ અન્ય આરોપીઓને પણ શોધવા પ્રયાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો: સારા સમાચાર… તો દેશમાં 75 રૂપિયાથી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ, આ નિર્ણય મામલે કેન્દ્ર સરકારે કહ્યું અમે તૈયાર, શું કરશે રાજ્યો? 

North Mumbai Police Property Return ઉત્તર મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ₹2.90 કરોડનો ચોરાયેલો અને ખોવાયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો
Goregaon Cocaine Seized ગોરેગાંવમાં બાંગુરનગર પોલીસનો મોટો સપાટો ₹21.13 કરોડની કિંમતના 4.22 કિલો કોકેન સાથે મલાડ અને મધ્યપ્રદેશના બે આરોપી ઝડપાયા
Kandivali Drug Mafia MCOCA Action કાંદિવલીના કુખ્યાત ડ્રગ્સ માફિયા ‘ટિપુ’ અને તેની ગેંગ સામે ‘મોક્કા’ હેઠળ કડક કાર્યવાહી, એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ
Love Jihad Mumbai કથિત લવ જેહાદ અને ધર્માંતરણનો વિવાદ ડૉ. કિરીટ સોમૈયાની આરોપી મોહમ્મદ ફૈઝ અને કાઝી સામે કડક કાર્યવાહીની માંગ
Exit mobile version