Site icon

હવે જો ફેરિયાઓની મદદ કરી છે તો ખબરદાર-મુંબઈના આ વોર્ડમાં દુકાનદારો પર પણ કાર્યવાહી થશે

Pavement of hawkers and shopkeepers blocked in Malad

મલાડમાં લોકોને હાલાકી, સ્ટેશનની બહાર ફૂટપાથ પર ફેરિયાવાળા સહિત આ લોકોએ જમાવ્યો અડ્ડો, રસ્તા પર ચાલવા પર મજબુર થયા રાહદારીઓ..

News Continuous Bureau | Mumbai

રસ્તાઓ તથા ફૂટપાથ(Mumbai foot path) પર અતિક્રમણ કરનારા ફેરિયાઓ(Street vendors) સામે મુંબઈ મહાનગરપાલિકાએ (BMC)એ વધુ સખત પગલાં લેવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ પાલિકાની રેઈડ(BMC Raid) દરમિયાન ફેરિયાઓનો સામાન રાખવામાં મદદ કરનારા દુકાનદાર(Shopkeeper) અને હાઉસિંગ સોસાયટીઓ(Housing Societies) સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ફેરિયાને મદદ કરનારા દુકાનદારોના જરૂર પડે તો લાયસન્સ(license) સુદ્ધા રદ કરવાનો વિચાર પાલિકા કરી રહી છે.

Join Our WhatsApp Community

તાજેતરમાં પોલીસ અધિકારીઓ(Police officers) તેમ જ સુધરાઈના અધિકારીઓ સાથે બાંદ્રા (વેસ્ટ)ના(Bandra (West)) નાગરિકોની એક બેઠક થઈ હતી, જેમાં પાલિકાની રેઈડ દરમિયાન દુકાનદારો અને હાઉસિંગ સોસાયટીઓ દ્વારા ફેરિયાઓને સામાન રાખવામાં મદદ કરવામાં આવતી હોવાને મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પાલિકાની રેઈડ પડવાની હોવાની તેમને પહેલાથી ટીપ મળી જાય છે એટલે તેઓ ત્યાંથી જતા રહે છે અને તેમના પાછા જવાની સાથે જ ફેરિયાઓ ફરી આવી જતા હોય છે આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.’

આ સમાચાર પણ વાંચો :  રેલ યાત્રીઓ માટે કામના સમાચાર- આ રેલવે સ્ટેશન પર લીફ્ટ એસ્કેલેટર શરૂ થયા 

એચ-વેસ્ટ વૉર્ડ બાંદ્રામાં ખાસ કરીને  ફેરિયાઓએ મોટા ભાગની ફુટપાથને પચાવી પાડી છે. નાગરિકોને ચાલવા માટેનો રસ્તો જ નથી. હિલ રોડ(Hill Road,), ટર્નર રોડ(Turner Road,), લિન્કિંગ રોડ(Linking Road), કાર્ટર રોડ(Carter Road) અને લૅન્ડ્સ એન્ડમાં આ સમસ્યા જોવા મળે છે.

આ મુદ્દા પર પાલિકાના અધિકારીઓએ એવું કહ્યું હોવાનું માનવામાં આવે  છે કે ‘જો કોઈ દુકાનદાર ફેરિયાઓને મદદ કરતાં પકડાશે તો તેનું લાઇસન્સ રદ કરાશે. કેટલીક સોસાયટીઓ તેમની જગ્યામાં ફેરિયાઓને સામાન રાખવા દેવાની તેમ જ વેચવાની પરવાનગી આપે છે. તેમની સામે પણ કાર્યવાહી કરાશે.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version