News Continuous Bureau | Mumbai
દેશની આર્થિક રાજધાની મુંબઈ ડૂબી જશે. આ ખતરો ભૂતકાળમાં ઘણા આંતરરાષ્ટ્રીય અભ્યાસોમાં(International Studies) વ્યક્ત કરવામાં આવી ચૂક્યો છે. હાલ તાજેતરમાં જ એક અભ્યાસ અનુસાર એવો દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ શહેર(Mumbai city) દર વર્ષે ૨ મિલીમીટરની ઝડપે ડૂબી રહ્યું છે. આશરે ૧૯ ચોરસ કિ.મી.નો વિસ્તાર વધુ ડૂબી રહ્યો(Sinking) છે, જે દર વર્ષે ૮.૪૫ મીમી થઈ ગયો છે. આ અભ્યાસ ઉપરાંત આઈઆઈટી બોમ્બેના(IIT Bombay) એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, શહેરની નીચે બેસવાની વાર્ષિક સરેરાશ ૨૮.૮ મિમી છે. તે એ પણ જણાવે છે કે મુંબઈના કયા વિસ્તારોમાં સૌથી વધુ જાેખમ છે.
જીઓફિઝિકલ રિસર્ચ લેટર જર્નલમાં(Journal of Geophysical Research Letters) માર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ઇનસાર મેથડ સાથે વિશ્વના ૯૯ દેશોના ૨૦૧૬થી ૨૦૨૦ સુધીના સેટેલાઇટ ડેટાનો(satellite data) અભ્યાસ કરીને પરિણામો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અમેરિકાની)(USA) યુનિવર્સિટી ઓફ રોડ આઇલેન્ડના(University of Rhode Island) વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસ અનુસાર ચીનનું(China) તિયાનજિન(Tianjin) શહેર દુનિયામાં સૌથી ઝડપથી ડૂબી રહ્યું છે. તેની ડૂબવાની ગતિ વાર્ષિક ૫.૨ સેન્ટીમીટર છે. તિયાનજિન ઉપરાંત, ઇન્ડોનેશિયામાં(Indonesia)સેમારંગ્સ (૩.૯૬ સે.મી.) અને જકાર્તા (૩.૪૪ સે.મી.), ચીનમાં શાંઘાઈ (Shanghai)(૨.૯૪ સે.મી.) અને વિયેતનામમાં હો ચી મિન્હ (૨.૮૧ સે.મી.) અને હનોઈ (૨.૪૪ સે.મી.) વાર્ષિક દરે ડૂબી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : બોરીવલીના કોરો કેન્દ્ર પુલના ઉદ્ઘાટનને લઈને શિવસેના-ભાજપ સામ-સામે- ભાજપે કરી આ માંગણી
ભારતના બીજા ક્રમના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર મુંબઈ વિશે અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈના દરિયાની સપાટીથી ૧૦ મીટરથી નીચે લગભગ ૪૬ ચોરસ કિલોમીટરના વિસ્તારમાંથી વાર્ષિક ૮.૪૫ મિમીની ઝડપે ૧૯ ચોરસ કિમી ડૂબી રહ્યું છે. સરેરાશ જોઈએ તો બાકીના વિશ્વની સરખામણીએ મુંબઈના ડૂબવાની ગતિ ઓછી છે, પરંતુ દરિયાની સપાટીમાં(sea level) વધારો અને સમય જતાં વધુ પડતા વરસાદને કારણે તેની અસર વધી શકે છે. તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે ગ્લોબલ વોર્મિંગના(global warming) કારણે અરબ સાગરની(Arabian Sea) જળસપાટી વાર્ષિક ૦.૫થી ૩ મિમીના દરે વધી રહી છે. આનો અર્થ એ થયો કે પાણીનું સ્તર જેટલું ઝડપથી વધી રહ્યું છે, મુંબઈના કેટલાક વિસ્તારો તેના કરતા ઘણી ઝડપથી નીચે જઈ રહ્યા છે. આ બેવડું સંકટ છે.
મુંબઈને સતત ડૂબી જવાની આ ઘટના જમીન ધસી પડવાની એક ભૌગોલિક પ્રક્રિયાને(geographical process) કારણે બની રહી છે. પૃથ્વીની સપાટી સતત નીચી જઇ રહી છે. આ મોટા પ્રમાણમાં ભૂગર્ભજળ(Groundwater) કાઢવાથી, ખનન, કુદરતી વેટલેન્ડ્સ(Natural wetlands), ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ(Infrastructure projects) અને ઇકોલોજીકલ વિક્ષેપોને (Ecological disturbances)કારણે છે. તેનો કોઈ ઉપાય નથી, પરંતુ તેની સ્પીડ ઓછી કરી શકાય છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, આગામી સમયમાં મુંબઈમાં પૂર જેવી સ્થિતિ વધુ જોવા મળી શકે છે. આ સમસ્યાના નિવારણ માટે મહાનગરપાલિકા અને શહેરી આયોજકોએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
આ ઉપરાંત આઈઆઈટી બોમ્બેમાં ક્લાઈમેટ સ્ટડીઝ(Climate studies) પર હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં ચોંકાવનારા ખુલાસાઓ ઉપર પણ એચટીએ જાણકારી આપી છે. તેમનો દાવો છે કે મુંબઈમાં જમીનનું અંતર્ગોળ સરેરાશ વાર્ષિક ૨૮.૮ મિમીના દરે જાેવા મળ્યું છે. કેટલાક વિસ્તારોમાં તેની સ્પીડ વાર્ષિક ૯૩ મિમી હોય છે. જે વિસ્તારોમાં સૌથી વધુ ખતરો છે તેમાં ભાયખલા, કોલાબા, ચર્ચગેટ, કાલબા દેવી, કુર્લા, અંધેરી પૂર્વ, મુલુંડ, નાહુર પૂર્વ, દાદર, વડાલા અને તાડદેવ, ભાંડુપ, ટ્રોમ્બે અને ગોવંડીના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. જાે કે, આ સંશોધનની કોઈ સમાનાંતર સમીક્ષા કરવામાં આવી નથી. આ રિસર્ચના મુખ્ય લેખક સુધા રાનીનું કહેવું છે કે, ઊંચા ઉત્સર્જનની સ્થિતિમાં દરિયાની સપાટીમાં ૧થી ૧.૨ મીટરનો વધારો થવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં સામાન્ય વરસાદમાં પણ મુંબઈનો ૩૮ ટકા ભાગ પાણીમાં ગરકાવ થઈ શકે છે. આ એક ગંભીર મુદ્દો છે જેને તાત્કાલિક ઉકેલવાની જરૂર છે.
આ સમાચાર પણ વાંચો : હાર્બર લાઈનના પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર- 15 દિવસ ડાઉન લાઈનમાં આ સ્ટેશન પર ટ્રેન હોલ્ટ કરશે નહીં- જાણો વિગત
