Site icon

ભાયખલાના રાણીબાગમાં એક જ દિવસમાં આટલા પર્યટકો ઉમટી પડયાઃ પાલિકાની તિજોરીમાં એક જ દિવસમાં લાખો જમા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

શનિવાર.

મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. બગીચા, થિયેટર અને એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે પણ ફરી ખુલ્લા કરવામાં આવતા મુંબઈગરાઓ પર્યટન સ્થળ પર ભીડ કરી રહ્યા છે, જેમાં ભાયખલાના રાણીબાગમાં પૅંગ્વિનના નાના બચ્ચા અને બેંગાલ વાઘની જોડીના બચ્ચાએ લોકોમાં ભારે આર્કષણ જગાવ્યું છે. રવિવારે એક જ દિવસમાં ૯,૦૮૦ પર્યટકોએ ભીડ કરી મુકી હતી.

 ભાયખલાના વીરમાતા જીજાબાઇ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય (રાણીબાગ)માં પ્રતિદિન સરેરાશ ત્રણથી ચાર હજાર પર્યટકો મુલાકાત લેતા હોય છે. શનિવાર અને રવિવાર સહિત પબ્લિક હોલીડેના દિવસે આ સંખ્યા પાંચ હજારની આસપાસ હોય છે. રવિવારની રજાના દિવસે એક જ દિવસમાં ૧૯,૦૮૦ પર્યટકો રાણીબાગની મુલાકાતે પહોંચી ગયા હતા. 

મુંબઈગરા માટે સારા સમાચાર, મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનમાં હવે પ્રવાસીઓ મફતમાં માણી શકશે આ સેવા; જાણો વિગતે 

મોટી સંખ્યામાં પર્યટકોની હાજરીને કારણે પાલિકાની તિજોરીમાં પણ ૭,૦૬,૬૨૫ લાખ રૂપિયા જમા થયા હતા. આ અગાઉ શનિવારે ૯,૭૫૪ પર્યટકોએ રાણીબાગની મુલાકાત લીધી હતી. હાલ રાણીબાગમાં પૅંગ્વિનની જોડીનું ઑસ્કર નામનું બચ્ચું અને બંગાળના વાઘની જોડીનું  વીરા નામનું બચ્ચું પર્યટકોના માનીતા બની રહ્યા છે.

ડિસેમ્બરમા કોરોનાની ત્રીજી લહેર ચાલુ થતા રાણીબાગ બંધ કરી દેવામાં આવ્યું હતું.  મહિના બાદ કોવિડ પ્રતિબંધક નિયમોની સાથે રાણીબાગને પર્યટકો માટે ફરી ખુલ્લુ મુકવામાં આવ્યું છે

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version