Site icon

નવાબ મલિક રવિવારે કરશે ધમાકોઃ કહ્યું લલિત હોટલના સીક્રેટ લાવીશ બહાર;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 નવેમ્બર,  2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

ક્રુઝ ડ્રગ્સ પ્રકરણમાં પત્રકાર પરિષદ લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)ના અધિકારીથી લઈને ભાજપ સામે રોજ નવા નવા આરોપ રાષ્ટ્રવાદીના નેતા નવાબ મલિક કરી રહ્યા છે. હવે તેમણે રવિવારે નવો ધમાકો કરવાની જાહેરાત કરી છે. નવાબ મલિકે દાવો કર્યો છે કે હોટલ ધ લલિત સાથે જોડાયેલા તમામ રહસ્ય પરથી તેઓ પદડો ઉઠાવશે.

શું મુંબઈ શહેર ડ્રગ્સ સ્મગ્લરોનો અડ્ડો બની રહ્યું છે? છેલ્લા ત્રણ વર્ષમાં મુંબઈ પોલીસે કરી આટલા આરોપીની ધરપકડ; કરોડોનો માલ જપ્ત

અત્યાર સુધી NCBના અધિકારી સમીર વાનખેડે સામે અંગંત આરોપ કરનારા મલિક હવે રવિવારે શું ધમાકો કરે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. અત્યાર સુધી સમીર વાનખેડેના જાતિના પ્રમાણપત્ર પર તેઓ વાંધો ઉઠાવી ચૂકયા છે. એ સિવાય ડ્રગ્સ રેકેટ ચલાવનારાઓ સાથે  ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સંબંધ હોવાનો ચોંકાવનારો આરોપ પણ તેઓ કરી ચૂકયા છે. ભાજપના અન્ય નેતા મોહિત કંબોજ સામે પણ તેઓ અનેક સવાલ કરી ચૂકયા છે. હવે નવાબ મલિકે ટ્વીટર પર તેમણે હોટલ ધ લલિતમાં અનેક ગુપ્ત રહસ્યો છુપાયેલા છે, રવિવારે મળશું કહીને સનસનાટી મચાવી દીધી છે.

Mumbai Forged Document Scam: મુંબઈમાં બોગસ દસ્તાવેજોનું મોટું રેકેટ પકડાયું: ૪૪૩ નકલી રેશનકાર્ડ અને MMRDA ના બનાવટી પત્રો જપ્ત, ૨૧ વર્ષીય યુવકની ધરપકડ
Mumbai Airport: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: ₹૧૬.૭૫ કરોડનું ડ્રગ્સ અને હીરા-સોનું જપ્ત, બેંગકોકથી આવતા ૮ મુસાફરો જેલભેગા
Mumbai Local Train Accident: કુર્લા સ્ટેશન પર TC દેવદૂત બનીને આવ્યો: ચાલુ ટ્રેને ઉતરતા વૃદ્ધ મુસાફરનો પગ લપસ્યો, ટિકિટ ચેકરે જીવ જોખમે મૂકી મોતના મુખમાંથી બચાવ્યા
Mulund Station Demolition: મુલુંડ પશ્ચિમ સ્ટેશન પરિસરમાં પાલિકાનો ‘મેગા સપાટો’ ગેરકાયદે અતિક્રમણ અને ફેરિયાઓના અડ્ડાઓ પર ફરી વળ્યું જેસીબી, રસ્તાઓ થયા મોકળા
Exit mobile version