News Continuous Bureau | Mumbai
બોમ્બે હાઈકોર્ટ(bombay High court) બાદ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે(union Minister Narayan Rane) ને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ(supreme court)માં આજે નારાયણ રાણેના આધિશ બંગલા(Aadhish Bunglow)ના ગેરકાયદે બાંધકામ પર સુનાવણી થઈ હતી. અગાઉ હાઈકોર્ટે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ કર્યો હતો. તેની સામે નારાયણ રાણેએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનામાં બંગલાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. જો ત્રણ મહિનામાં બંગલાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં નહીં આવે તો મુંબઈ મહાનગરપાલિકા(BMC)ને કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવશે. અગાઉ બોમ્બે હાઈકોર્ટે આધીશ બંગલાના બાંધકામને ગેરકાયદેસર જાહેર કર્યું હતું અને હાઈકોર્ટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ને બે અઠવાડિયામાં તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટે ફરીથી હાઈકોર્ટનો સંપર્ક કરવા બદલ રાણેને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : નવી મુંબઈના પ્રવેશદ્વાર વાશી ટોલ નાકા પર થયો વિચિત્ર અકસ્માત – ડમ્પરે એક સાથે 10 થી 12 વાહનોને લીધા અડફેટે- ઘટના સીસીટીવીમાં થઈ કેદ, જુઓ વીડિયો
હાઈકોર્ટના આ આદેશને પડકારતી અરજીની સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે, નારાયણ રાણે માટે અલગ ન્યાય ન કરી શકે. બધાને સમાન ન્યાય આપવો એ કોર્ટનું કામ છે. જો રાણેને રાહત આપવામાં આવશે તો મુંબઈમાં આવી અનેક અરજીઓ દાખલ થશે. તેથી આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની જરૂર છે.
શું છે સમગ્ર મામલો..
નારાયણ રાણે મુંબઈના જુહુ(Juhu)માં આધિશ નામનો બંગલો ધરાવે છે. આ બંગલાના અનધિકૃત બાંધકામ અંગે ફરિયાદ થઈ હતી. તારા રોડ પરના આ બંગલાનું બાંધકામ સીઆરઝેડના નિયમોનું ઉલ્લંઘન કરતું હોવાની ફરિયાદ છે. 18 ફેબ્રુઆરીના રોજ, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કે વેસ્ટ ડિવિઝનના બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટની એક ટીમે નારાયણ રાણેના આદિશ બંગલાની મુલાકાત લીધી હતી અને નોટિસ આપી હતી.
આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદ અને પ્લાસ્ટિકના ફૂલોનો લાગ્યો અસલી ફૂલોને ફટકો- નવરાત્રીમાં જાણો શું છે દાદર ફૂલની બજારના હાલ
