News Continuous Bureau | Mumbai
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના કેસને લઈને મહારાષ્ટ્ર સરકારને ઝટકો લાગ્યો છે.
સુપ્રીમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા નોંધાયેલા તમામ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધા છે.
સુપ્રીમ કોર્ટે પોલીસને એક સપ્તાહમાં રેકોર્ડ સીબીઆઈને સોંપવા કહ્યું છે.
સાથે કોર્ટે કહ્યું કે હાલ પૂરતું, પરમબીરનું સસ્પેન્શન અકબંધ રહેશે.
જો ભવિષ્યમાં તેની સામે અન્ય કોઈ એફઆઈઆર નોંધવામાં આવશે તો તે પણ CBIને ટ્રાન્સફર કરવામાં આવશે.