Site icon

હેં! તાડદેવના ચાલવાસીઓ થશે કરોડપતિઃ 12 ચાલીના રિડેવલપમેન્ટમાં થશે ભાડુતને આ ફાયદો. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 9 નવેમ્બર  2021 
મંગળવાર.

દક્ષિણ મુંબઈમાં કલસ્ટર ડેવલપમેન્ટ હેઠળ તાડદેવમાં લગભગ 100 વર્ષ જૂની ચાલીઓનું રિડેવલપમેન્ટ કરવામાં આવવાનું છે. જેમાં  જૂની ચિખલવાડી વિસ્તારમાં રહેલી 12 ચાલીઓના પુનર્વસનને કારણે દરેક ચાલવાસીને તેની માલિકીનું ઘર મળશે અને તે ઘરની કિંમત પણ લગભગ 3 કરોડ રૂપિયાની આસપાસ હશે. એટલે કે અહીનો ચાલવાસી રિડેવલપમેન્ટ બાદ કરોડપતિ બની જવાનો છે.

Join Our WhatsApp Community

દક્ષિણ મુંબઈમાં તાડદેવમાં ભાટિયા હોસ્પિટલ પાછળ જૂની ચિખલવાડી વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં સાંકડી અને ભીડભાડવાલી ગલીઓવાળી 12 બેઠી ચાલી આવેલી છે. અહીં કુલ 1.54 એકર જગ્યા પર 100 વર્ષથી વધુ સમયથી આ ચાલીઓ આવેલી છે. અહીં હવે 36માળાના ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. ક્લસ્ટર ડેવલપમેન્ટ હેઠળ મ્હાડાએ દીવાળી પહેલા રીડવેલપમેન્ટને મંજૂરી આપી છે. આ ચાલીના પુનર્વિકાસ માટે 2002થી પ્રયાસ ચાલી રહ્યા હતા. તે છેક 20વર્ષે સફળતા મળી છે.

અટવાઈ પડેલા આટલા પ્રોજેક્ટને ફરી કામ ચાલુ કરવાની મહારેરાએ આપી મંજૂરી જાણો વિગત

જૂના ટેનેન્સી એક્ટ એટલે કે પાઘડી પદ્ધતિ હેઠળ આ ભાડૂત રહે છે. હવે ચાલીનો પુનર્વિકાસ થઈ રહ્યો છે. તેથી દરેક ઘરને લગભગ 583 ચોરસ ફૂટ કાર્પેટ એરિયાની જગ્યા અને છ લાખ રૂપિયાના ભાડા પેઠે મળશે. તાડદેવમાં ઘરના ભાગ 50,000  હજાર રૂપિયા ચોરસ ફૂટ જેટલો છે. તે મુજબ ચાલીના લોકો કરોડપતિ થઈ જવાના છે.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version