News Continuous Bureau | Mumbai
Tata Institute Of Social Science: મુંબઈ સ્થિત ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સે પીએચડીના વિદ્યાર્થી રામદાસ પ્રિન્સી શિવાનંદનને ( Ramadas Prini Sivanandan ) બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. તેના પર સંસ્થામાં ગેરવર્તણૂક અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો વારંવાર આરોપ મૂકવામાં આવ્યો હતો તેથી હવે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મિડીયાના અહેવાલ મુજબ, સંસ્થાએ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં ડોક્ટરેટ કરી રહેલા રામદાસ પ્રિન્સી શિવાનંદનને મુંબઈ, તુલજાપુર, હૈદરાબાદ અને ગુવાહાટીમાં તેના કેમ્પસમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
TISS એ નોટિસ મોકલીને તેમાં કહેવામાં આવ્યું હતું કે, રામદાસે આ વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું અપમાન કરવા માટે દિલ્હીમાં સંસદની બહાર પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ ફોરમ અને ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના સંયુક્ત બેનર હેઠળ વિરોધ પ્રદર્શન ( anti-national activities ) કર્યું હતું. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ સંસ્થાના નામના દુરુપયોગનો કરવામાં આવ્યો હતો. જે એક અપરાધ છે. TISS એ એમ પણ કહ્યું કે પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ ફોરમને ( Progressive Student Forum ) સંસ્થાને આ વિરોધ પ્રદર્શન અને આવી ગતિવિધીઓ સાથે કોઈ લેવાદેવા નથી. ઉલ્લેખનીય છે કે પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ ફોરમ એક ડાબેરી સંગઠન છે.
આ સમાચાર પણ વાંચો : Agastya Rishi: મહર્ષિ અગસ્ત્યએ આખા સમુદ્રનું પાણી કઈ રીતે પીધું? કઈ રીતે જગતને મુક્ત કરાવ્યું કાલકેયના ત્રાસથી.. જાણો આ પૌરાણીક કથા…
Tata Institute Of Social Science: એ સ્પષ્ટ છે કે વિદ્યાર્થી જાણી જોઈને અને ઈરાદાપૂર્વક અભિવ્યક્તિની આઝાદીના નામે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થયો હતો.
ટાટા ઈન્સ્ટિટ્યૂટ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, ‘એ સ્પષ્ટ છે કે વિદ્યાર્થી ( PhD student ) જાણી જોઈને અને ઈરાદાપૂર્વક અભિવ્યક્તિની આઝાદીના નામે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થયો હતો. TISSએ વધુમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીનું વર્તન રાષ્ટ્રીય હિતમાં નથી અને જાહેર સંસ્થા હોવાને કારણે TISS તેને સહન કરશે નહીં. બીજી તરફ આરોપી વિદ્યાર્થીએ કહ્યું છે કે તે આ સસ્પેન્શન સામે અપીલ કરશે.
