Site icon

મુંબઈગરાઓ માટે વધુ મોંઘી થઈ ચાની ચુસ્કી, આ એસોસિએશનએ ચા-કોફીના ભાવમાં કર્યો વધારો; જાણો એક કટિંગ ચા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

Assam MP demands ‘national drink’ status for tea

અરે વાહ, શું વાત છે… ચા રાષ્ટ્રીય પીણું બનશે? આ બીજેપી સાંસદે રાજ્યસભામાં કરી માંગ.. જાણો કારણ..

News Continuous Bureau | Mumbai

કોરોના સંકટ ઓછું થાય કે ન થાય, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડ બાદ હવે મોંઘવારીનો માર ચા-કોફી પર પણ પડ્યો છે. મુંબઈમાં ચા-કોફીના ભાવમાં બે રૂપિયાનો વધારો થશે.

Join Our WhatsApp Community

મુંબઈકરોએ હવે તેમની મનપસંદ કટીંગ ચા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. હવે 10 થી 12 રૂપિયાનો ખર્ચ થવા જઈ રહ્યો છે જેમાં કટિંગના ભાવમાં અંદાજે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં એક કપ ચાની વર્તમાન કિંમત લગભગ રૂ. જ્યાં આઠ રૂપિયામાં ચા મળતી હતી, હવે દસ રૂપિયામાં મળી શકે છે. વળી, જ્યાં પહેલા દસ રૂપિયામાં ચા મળતી હતી, હવે ચા બાર રૂપિયામાં મળશે. 

આ સમાચાર પણ વાંચો : નોકરીયાત વર્ગ માટે મહત્વના સમાચાર. આ તારીખથી પીએફમાં 2.50 લાખથી વધુની રકમ હવે કરપાત્ર થશે, પડી શકે છે મોટી અસર

ચાની સાથે કોફીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને બ્રુડ ગોલ્ડ કોફીના ભાવમાં ત્રણથી ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ નેસ્લે ઈન્ડિયાના એક લિટર દૂધની કિંમતમાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 78 થી 100 રૂપિયાની વચ્ચેના કોફી પેક હવે વધુ મોંઘા થઈ ગયા છે.

આ નિર્ણય મહારાષ્ટ્રના ચા અને કોફી એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે જેની પાસે સમગ્ર મહારાષ્ટ્રમાં 15,000 થી વધુ નોંધાયેલા ચા વિક્રેતાઓ અને મુંબઈમાં લગભગ 5000 વિક્રેતાઓ છે. ટી એન્ડ કોફી એસોસિએશનના જણાવ્યા અનુસાર ખાંડ, ગેસ અને દૂધના ભાવ વધવાથી ચાના ભાવમાં વધારો થયો છે.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version