Site icon

Team India Victory Parade : મુંબઈમાં T20 વર્લ્ડ કપ ના સરતાજોની સાંજે “વિજય” પરેડ, સ્પેશિયલ બસની ખાસ તસવીરો અને વીડિયો આવ્યો સામે

Team India Victory Parade મુંબઈ પહોંચ્યા બાદ ભારતીય ટીમ સાંજે નરીમાન પોઈન્ટથી ખુલ્લી બસમાં રોડ-શો કરશે. ભારતીય ટીમ રોડ શો કરીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચશે. જ્યાં સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવશે. મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિજય પરેડ માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Team India Victory Parade Special bus ready for Team India's T20 World Cup victory parade watch video

Team India Victory Parade Special bus ready for Team India's T20 World Cup victory parade watch video

News Continuous Bureau | Mumbai

Team India Victory Parade :ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને સ્વદેશ પરત ફરી છે. સવારે લગભગ 6 વાગ્યે, ભારતીય ખેલાડીઓએ દેશની ધરતી પર પગ મૂક્યો. ટીમ ઈન્ડિયાએ સૌથી પહેલા દિલ્હીમાં ફેન્સ સાથે જીતની ઉજવણી કરી હતી. જે બાદ તમામ ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સ્ટાફ દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને ગયા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા. પીએમ મોદીએ તમામ ખેલાડીઓને તેમની જીત માટે અભિનંદન આપ્યા અને સાથે બેસીને ભોજન પણ કર્યું. 

Join Our WhatsApp Community

 Team India Victory Parade ખેલાડીઓ  મુંબઈ જવા રવાના થયા 

પીએમ મોદીને મળ્યા બાદ તમામ ખેલાડીઓ સીધા મુંબઈ જવા રવાના થઈ ગયા છે. જ્યાં ભવ્ય રોડ શો તેમની રાહ જોઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય ટીમની વિજય પરેડમાં ભાગ લેનાર બસની એક ઝલક સામે આવી છે. આ વિજય પરેડ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા એક ખાસ બસ તૈયાર કરવામાં આવી છે, જે ખૂબ જ સુંદર લાગે છે. બસની બાજુમાં ટીમ ઈન્ડિયા ટ્રોફી લઈને ઉજવણી કરતી એક મોટી તસવીર લગાવવામાં આવી છે. બસ ઉપરથી ખુલ્લી છે, તેના પર સવાર થઈને ભારતીય ખેલાડીઓ લગભગ દોઢ કિલોમીટરના રોડ શોમાં ભાગ લેશે અને આખી ટીમ બીસીસીઆઈ ઓફિસ પહોંચશે.  

Team India Victory Parade  નરીમાન પોઈન્ટથી ઓપન રૂફ બસમાં રોડ-શો કરશે

મુંબઈ પહોંચ્યા બાદ ભારતીય ટીમ સાંજે નરીમાન પોઈન્ટથી ઓપન રૂફ બસમાં રોડ-શો કરશે. ભારતીય ટીમ રોડ શો કરીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચશે. જ્યાં સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવશે. મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિજય પરેડ માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અંગેની માહિતી શેર કરી છે. ચાહકો ગેટ નંબર 2, 3 અને 4 થી વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશી શકશે. 4 વાગ્યાથી શરૂ થશે.  

આ સમાચાર પણ વાંચો: PM Modi meet team India : T20 વર્લ્ડ કપ ચેમ્પિયન સાથે PM મોદીએ કરી મુલાકાત, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે કરી વાતચીત; જુઓ વિડીયો

Team India Victory Parade 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસમાં ચક્રવાતને કારણે ટીમ ત્યાં જ અટકી ગઈ હતી અને ત્યારબાદ BCCI સેક્રેટરી જય શાહે ટીમ ઈન્ડિયાને સ્પેશિયલ ચાર્ટર ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલી હતી.  

 

 

 

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version