News Continuous Bureau | Mumbai
મુંબઈના(Mumbai) પવઈ(Powai) વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
અહીં તળાવમાં ન્હાવા પડેલા કિશોરનું ડૂબી(Drwoned) જવાથી મોત નિપજ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે ગરમીથી બચવા તે પવઈ તળાવમાં નહાવા પડ્યો હતો, પણ પાણીની ઊંડાઈનો(Water depth) તેને અંદાજ ન આવતાં ડૂબી ગયો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડ્યા હતા અને તળાવમાંથી બહાર કાઢીને તેને તરત જ મુલુંડની એક હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો.
મુલુંડ પોલીસે(Mulund police) ત્યાર બાદ તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ(Postmortem) માટે મોકલાવ્યો હતો અને તેના પરિવારને પણ જાણ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : બાંદ્રા (ઈસ્ટ)ના એક નાળાએ કર્યા હીરાબજારના વેપારીઓને હેરાન પરેશાન, બેસ્ટની બસ સ્ટોપના અભાવે રીક્ષાવાળાની દાદાગરીથી ત્રસ્ત.. જાણો વિગતે.