ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈમાં ફરી એક વાર વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે મુંબઈના તાપમાનમાં ધરખમ ઘટાડો થયો છે.
મુંબઈના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીએ પહોંચી ગયું છે.
હવામાનશાસ્ત્રીઓના મતે મુંબઈમાં આગામી એકથી બે દિવસ ઠંડીનો દોર જારી રહેશે.
મુંબઈમાં ગયા વર્ષની સરખામણીએ ઠંડી વધુ છે.
મુંબઈમાં સામાન્ય રીતે બહુ ઠંડી હોતી નથી પરંતુ કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ભારે ઘટાડો થયો છે.