News Continuous Bureau | Mumbai
Asalfa Accident: માહિતી સામે આવી છે કે મુંબઈના ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો છે. ગઈકાલે (ગુરુવારે) રાત્રે 11 વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે આવતી કારે 3 થી 4 લોકોને ફંગોળ્યા હતા. ઘટનાની જાણ સાકીનાકા પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જે બાદ પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે.
આ વિસ્તારમાં પુલનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ છે. મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) પણ તેને જોખમી જાહેર કર્યું છે. તેમ છતાં પાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી. આ પુલ જોખમી હોવા છતાં તેને તોડવામાં આવ્યો ન હોવાથી કે પુલને મજબુત બનાવાયો ન હોવાને કારણે આ પુલ પર અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
આ સમાચાર પણ વાંચો : Monsoon Withdrawal: હવામાન વિભાગની આગાહી! આ તારીખથી ભારતના ઘણા ભાગોમાં ચોમાસું પાછું ખેચવાશે.. જાણો હાલ રાજ્યમાં કેવી સ્થિતિ..
ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા કાર પુલ સાથે અથડાઈ
પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈના ઘાટકોપર(Ghatkopar) અસલ્ફા વિસ્તારમાં એક ઝડપી કાર પુલ સાથે અથડાઈ હતી, જેના કારણે મોટો અકસ્માત થયો હતો. ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા કાર પુલ સાથે અથડાઈ હતી. આ કારે આગળ જઈ રહેલા 3 થી 4 લોકોને ટક્કર મારી હતી. કારના ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર વધુ ઝડપે હતી, કાર રાહદારીઓને ટક્કર મારી હતી અને પછી કાર પુલની બાજુમાં ફસાઈ ગઈ હતી.