Site icon

શિવસેનાના ગઢ ગણાતા આ વિસ્તારમાં ઠાકરે પરિવાર સામે શિંદે ગ્રુપના આ નેતાનું વર્ચસ્વ વધ્યું

News Continuous Bureau | Mumbai

શિવસેનાની સ્થાપના(Establishment of Shiv Sena) થઈ ત્યારથી દાદર-માહિમ(Dadar-Mahim) શિવસેનાનો(Shiv Sena) ગઢ રહ્યો છે. હવે જોકે શિવસેનામાં ભંગાણ પડ્યા બાદ દાદર-માહિમના સ્થાનિક ધારાસભ્ય સદા સરવણકર(Local MLA Sada Saravankar) શિંદે જૂથમાં (Shinde Group) જોડાયા બાદ હવે આ વિસ્તારમાં શિવસેનાનું જોર ઘટતું જણાઈ રહ્યું છે.

Join Our WhatsApp Community

શિંદે ગ્રુપમાં જોડાયેલા ધારાસભ્ય સદા સરવણકરે  દાદરમાં જોરદાર શક્તિ પ્રદર્શન શરૂ કરી દીધું છે. ગણેશોત્સવ દરમિયાન દાદર-માહિમ વિધાનસભા ક્ષેત્રમાં(Dadar-Mahim Assembly Constituency) શિંદે જૂથનું વર્ચસ્વ જાળવી રાખવા સરવણકરે ગણેશ ભક્તોને(Ganesha devotees) વધાવવા વિવિધ ગણેશ વિસર્જન(Ganesh Visarjan) સ્થળો અને જાહેર ઉત્સવ મંડળોના પ્રવેશદ્વારો પર કમાનો ઊભી કરીને શિંદે જૂથની સર્વોપરિતા સાબિત કરી  રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.. આ દ્વારા તેમણે દાદર-માહિમમાં ઉદ્ધવ ઠાકરેના(Uddhav Thackeray) શિવસૈનિકો(Shiv Sainiks) સામે મોટો પડકાર ઉભો કર્યો હોવાનું કહેવાય છે.

સદા સરવણકરે એકનાથ શિંદે જૂથને સમર્થન  આપ્યા પછી, ભૂતપૂર્વ મેયર અને શિવસેનાના કોર્પોરેટર(Former mayor and corporator of Shiv Sena) અને મિલિંદ વૈદ્યએ(Milind Vaidya) તેમની શાખામાં બોર્ડ પરના ફોટા અને નામને બ્લેક કરવાનો પ્રયાસ કર્યો. આ એક આંદોલન સિવાય, શિવસૈનિક વિભાગમાં તેટલા આક્રમક દેખાતા નહોતા. વૈદ્ય અને સરવણકર રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા હોવાથી તેઓએ પહેલ કરી. પરંતુ આ સિવાય કોઈ પહેલ કરતું જોવા મળ્યું નહોતું. પરંતુ આ અપવાદ સાથે, વિભાગમાં તમામ શિવસૈનિકો શાંત છે અને તે સરવણકર સામે વિરોધ કરવાના મૂડમાં દેખાતા નથી.

આ સમાચાર પણ વાંચો : ગણેશભક્તોને BESTની ઝક્કાસ ઓફર- બસ પાસ પર મળશે આટલા ટકા ડિસ્કાઉન્ટ-જાણો ઓફર અંગે વિગતમાં 

પરંતુ હાલ શિવસેનાની વિવિધ શાખાઓના પરિસરમાં સદા સરવણકરના નામ અને ફોટાવાળા બોર્ડ દેખાય છે. જોકે દાદર-માહિમ ડિવિઝન શિવસેનાનો ગઢ કહેવાય છે, પરંતુ આ ગઢ પર શિંદે જૂથનું વર્ચસ્વ જોવા મળે છે. એટલે સદા સરવણકર હવે આખા મતવિસ્તારમાં શિંદે જૂથને સાબિત કરવા લાગ્યા છે. દાદર, માહિમ અને પ્રભાદેવીના(Prabhadevi) વિસર્જન સ્થળો(Visarjan Places) પર, જે ગણેશોત્સવ(Ganeshutsav) દરમિયાન મહત્વપૂર્ણ નિમજ્જન સ્થળો છે, સદા સરવણકરની નામના બોર્ડ અને શિંદે જૂથના પદાધિકારીઓની તસવીરો લગાવવામાં આવી છે.

આ બોર્ડ પર શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે, ધરમવીર આનંદ દિઘે(Dharamveer Anand Dighe0, મુખ્યમંત્રી એકનાથ શિંદે, સાંસદ રાહુલ શેવાળે (MP Rahul Shewale) અને પૂર્વ કોર્પોરેટર સાધન સરવણકર સહિત શિવસેનાના પદાધિકારીઓની તસવીરો છે. આ બધી જગ્યાએ શિવસેનાનું વર્ચસ્વ હતું. પરંતુ આ વખતે અહીં  શિંદે જૂથના સરવણકરનું જોર દેખાઈ રહ્યું છે.
 

Arthur Road Jail Incident: આર્થર રોડ જેલ: ઉશ્કેરાયેલા કેદીનો પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો, નાક પર માથું મારી ગંભીર ઈજા પહોંચાડી
Mumbai Cyber Crime: મુંબઈ સાયબર ફ્રોડ: બેંકમાં નોકરીના બહાને મહિલા સાથે ₹૧૧.૨૮ લાખની ઠગાઈ
Dahisar Check Naka: દહિસર ચેક નાકા: નકલી અકસ્માતનું નાટક કરી ₹24.53 લાખના આઈફોન અને મેમરી કાર્ડની લૂંટ
Mumbai Police: મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: ગેંગસ્ટર રવિ પૂજારીની ૧૦ વર્ષ જૂના ખંડણી કેસમાં ધરપકડ
Exit mobile version