Site icon

Thane Borivali Tunnel: થાણેથી બોરીવલી મુસાફરી માત્ર 12 મિનિટમાં; નેશનલ પાર્કના જંગલોમાંથી પસાર થશે ભારતનો સૌથી લાંબો સબવે.. ‘આ’ વર્ષ સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક

Thane Borivali Tunnel: થાણેથી મુંબઈ (થાણેથી બોરીવલી)ની સફર આગામી સમયમાં સરળ બનવાની છે. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (NBWL) એ થાણે-બોરીવલી ટ્વીન ટનલને મંજૂરી આપી છે. આથી છેલ્લા ઘણા દિવસોથી પેન્ડીંગ રહેલા આ પ્રોજેક્ટના કામને સમય આપવામાં આવ્યો છે.

Thane Borivali Tunnel Thane to Borivali in 12 minutes, Mumbai’s Twin-Tube Road Tunnel project to revolutionise travel – Check significance, features

Thane Borivali Tunnel Thane to Borivali in 12 minutes, Mumbai’s Twin-Tube Road Tunnel project to revolutionise travel – Check significance, features

News Continuous Bureau | Mumbai 

Thane Borivali Tunnel: ભારતનો સૌથી મોટો સબવે આપણા મહારાષ્ટ્રમાં બની રહ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેરમાં દેશનો સૌથી લાંબો અને સૌથી મોટો સબવે બનાવવામાં આવી રહ્યો છે. આ સબવે મુંબઈના નેશનલ પાર્કના જંગલોમાંથી પસાર થશે. આ સબવેને કારણે થાણેથી બોરીવલી સુધીની સફર હવે માત્ર 12 મિનિટમાં પૂર્ણ થશે. MMRDAએ આ લાઇનના નિર્માણ માટે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC) પાસેથી લોન લીધી છે.

Join Our WhatsApp Community

Thane Borivali Tunnel:PM મોદીએ કર્યો હતો થાણેથી બોરીવલી ડબલ સબવે લાઇનનો શિલાન્યાસ 

મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થાણેથી બોરીવલી ડબલ સબવે લાઇનનો શિલાન્યાસ કર્યો હતો. આ થાણેથી બોરીવલી સબવેનો 16 હજાર 600 કરોડનો પ્રોજેક્ટ છે. તે સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. થાણેથી બોરીવલી ડબલ સબવે ઘોડબંદર રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસવે પર ટ્રાફિક ઘટાડશે. સાથે  થાણેથી બોરીવલી સુધીની મુસાફરીમાં 1 કલાકનો સમય બચશે.. 

Thane Borivali Tunnel: પ્રોજેક્ટની કુલ લંબાઈ 11.8 કિમી

આ ભારતનો સૌથી લાંબો અને સૌથી મોટો શહેરી સબવે હશે. પ્રોજેક્ટની કુલ લંબાઈ 11.8 કિમી છે, જેમાંથી 10.25 કિમી ટનલ છે. બંને ટનલમાં બે લેન અને એક ઇમરજન્સી લેન હશે.. જેથી થાણેથી બોરીવલી સુધીની સફર નોન-સ્ટોપ અને સિગ્નલ-ફ્રી હશે.. આ પ્રોજેક્ટ 2028 સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Mega Block : મુંબઈમાં આજે મેગા બ્લોક, સેન્ટ્રલ અને હાર્બર લાઇનની લોકલ ટ્રેન સેવાઓ થશે પ્રભાવિત; ચેક કરો શેડ્યુલ..

Thane Borivali Tunnel: થાણે બોરીવલી સબવે અંગે મોટું અપડેટ

થાણે બોરીવલી સબવે અંગે એક મોટું અપડેટ બહાર આવ્યું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના નવ પ્રોજેક્ટના ફંડિંગને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC) પાસેથી રૂ. 31,673.79 કરોડની લોન લીધી છે. આ લોન મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં નવ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફાયનાન્સ કરવા માટે લેવામાં આવી છે. 31,673.79 કરોડની લોન, સૌથી મોટું ભંડોળ થાણે-બોરીવલી ટ્વીન ટનલ પ્રોજેક્ટ માટે વિતરિત કરવામાં આવનાર છે. વધારાના ભંડોળ આઠ અન્ય મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ખર્ચવામાં આવશે.

 

Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
Exit mobile version