ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
થાણે મહાનગરપાલિકાએ થાણા વિસ્તારમાં આવેલી અનેક હોસ્પિટલોને નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે હોસ્પિટલ એ કોરોના કાળ દરમ્યાન દર્દીઓ પાસેથી સરકારી નિયમ થી વિપરીત પૈસા ઉઘરાવ્યા હોય તેમણે ફરિયાદીઓ ને પૈસા પાછા આપવા પડશે. આ સંદર્ભે અનેક હોસ્પિટલને તાકીદ કરવામાં આવી છે કે જો સમયસર પૈસા નહીં આપવામાં આવે તો હોસ્પિટલ નું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમ્યાન અનેક દર્દીઓએ ફરિયાદ કરી હતી કે તેમની પાસેથી વધુ પૈસા વસુલવામાં આવ્યા છે.
અનેક ફરિયાદીઓ એ કરેલી ફરિયાદ મુજબ તમામ ફરિયાદી ઓના મળીને કુલ એક કરોડ ૧૪ લાખ રૂપિયા અલગ-અલગ હોસ્પિટલોએ પાછા આપવા પડશે.
આમ થાણા મહાનગરપાલિકાએ આ હોસ્પિટલો પ્રત્યે કડક વલણ લીધું છે.
