Site icon News Continuous Bureau | Mumbai

Thane Online Rotten Eggs Delivery ઓનલાઈન ડિલિવરીમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં ઠાણેની મહિલાએ મંગાવેલા ઇંડા સડેલા નીકળ્યા, એફડીએમાં થઈ સત્તાવાર ફરિયાદ

Thane Online Rotten Eggs Delivery 'બેસ્ટ બિફોર' ની તારીખ હોવા છતાં ટ્રેમાંથી નીકળ્યો કાળોપીળો ઝેરી પદાર્થ, ગુણવત્તા સામે આક્રોશ વ્યક્ત કરી મહિલાએ બનાવ્યો લાઈવ વીડિયો

Thane Online Rotten Eggs Delivery  ઓનલાઈન ડિલિવરીમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં ઠાણેની મહિલાએ મંગાવેલા ઇંડા સડેલા નીકળ્યા, એફડીએમાં થઈ સત્તાવાર ફરિયાદ

Thane Online Rotten Eggs Delivery ઓનલાઈન ડિલિવરીમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં ઠાણેની મહિલાએ મંગાવેલા ઇંડા સડેલા નીકળ્યા, એફડીએમાં થઈ સત્તાવાર ફરિયાદ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Thane Online Rotten Eggs Delivery આજના ડિજિટલ યુગમાં ક્વિક કોમર્સ અને ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી એપ્સ પ્રત્યે સામાન્ય લોકોની નિર્ભરતા ખૂબ વધી છે. સમય બચાવવા માટે લોકો ઘરની દરેક નાનીમોટી વસ્તુઓ ઓનલાઈન મંગાવી રહ્યા છે, પરંતુ તેની ગુણવત્તા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે. મુંબઈ નજીક ઠાણેના કળવા વિસ્તારમાં એક મહિલાએ ઓનલાઈન માધ્યમથી મંગાવેલા ઇંડાના ટ્રેમાંથી સડેલા અને ગંભીર રીતે બગડી ગયેલા ઇંડા નીકળ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Thane Online Rotten Eggs Delivery – ઓમલેટ બનાવવા માટે ઇંડા ફોડતા જ આખા ઘરમાં ફેલાઈ અસહ્ય અને તીવ્ર દુર્ગંધ

કળવા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા અને વ્યવસાયે યોગ ટ્રેનર એક જાગૃત મહિલાએ આ અંગે અન્ન અને ઔષધ પ્રશાસન (FDA – ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) માં સત્તાવાર લેખિત ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલાએ એક પ્રખ્યાત ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા પોતાના ઘર માટે ઇંડાની આખી ટ્રે ઓર્ડર કરી હતી. કંપની દ્વારા મોકલવામાં આવેલા ઇંડાના ઓફિશિયલ પેકિંગ પર આ માલ ૨૩ જૂન સુધી વાપરવા યોગ્ય હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ (બેસ્ટ બિફોર ડેટ) કરવામાં આવ્યો હતો. જો કે, જ્યારે મહિલાએ રસોડામાં જઈને પોતાના પરિવાર માટે ઓમલેટ બનાવવા માટે ઇંડું ફોડ્યું, ત્યારે તેમાંથી કાળો-પીળો ભયાનક સડેલો પદાર્થ બહાર આવ્યો હતો. ઇંડા એટલી હદે સડી ગયા હતા કે તેમાંથી આખા ઘરમાં અસહ્ય તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.

Thane Online Rotten Eggs Delivery – ફૂડ પોઇઝનિંગનો મોટો ખતરો, ઓનલાઈન કંપનીઓના વેરહાઉસ ચેક કરવાની ઉઠી માંગ

આ ઇંડા ખાવા માટે તદ્દન અયોગ્ય હતા અને જો કોઈ વ્યક્તિ અજાણતામાં તેનું સેવન કરી લે તો તે ગંભીર ફૂડ પોઇઝનિંગનો શિકાર બનીને હોસ્પિટલ ભેગો થઈ શકે તેમ હતો. ઓનલાઈન કંપનીની આ ઘોર બેદરકારી અને ગ્રાહકોના જીવ સાથે થતા રમત જોઈને પીડિત મહિલાએ તાત્કાલિક તે સડેલા ઇંડાનો લાઈવ વીડિયો શૂટ કરી લીધો હતો. તેમણે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને ઓનલાઈન ફૂડ સપ્લાય કરતી નામાંકિત કંપનીઓ અને તેમના વેરહાઉસમાં થતા સ્ટોરેજ મેન્ટેનન્સની ખરાબ પદ્ધતિઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Thane Online Rotten Eggs Delivery – વીડિયો પુરાવા સાથે એફડીએમાં ફરિયાદ, બેદરકાર મોટી બ્રાન્ડ્સ સામે કડક દંડની અપીલ

મહિલાએ પોતાના વીડિયો પુરાવા અને ઓનલાઈન બિલની કોપી સાથે એફડીએના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ ઓનલાઈન ગ્રોસરી બ્રાન્ડ વિરૂદ્ધ કડક કાનૂની અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિકના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો ઓનલાઈન મળતી ખાણીપીણીની વસ્તુઓની ફ્રેશનેસ અને ક્વોલિટીને લઈને ભારે રોષ ઠાલવી રહ્યા છે અને સ્થાનિક ઓથોરિટી દ્વારા આ કંપનીઓના કોલ્ડ સ્ટોરેજ પર અચાનક રેડ (દરોડા) પાડવાની અપીલ કરી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Soybean Production સોયાબીનનો પાક ઘટવા છતાં સ્ટોક વધવાથી ગણિત બદલાયા બજારમાં અનિશ્ચિતતાનો માહોલ

Mumbai Govandi Road Rage Attack ગોવંડીમાં મામૂલી અકસ્માત બાદ રોડ રેજની ભયાનક ઘટના ૨૮ વર્ષના બાઇક સવાર યુવક પર લોખંડના સળિયાથી જીવલેણ હુમલો
Mumbai Insta Influencer Extortion Arrest નકલી વીડિયો બનાવી પનીર વેપારી પાસે લાખોની ખંડણી માંગનાર ઇન્સ્ટા ઇન્ફ્લુએન્ઝરની ધરપકડ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગોઠવ્યું મોટું છટકું
Mumbai Water Cut Update જોજો પાણી વેડફાય નહીં! મુંબઈમાં પાણી કાપને લઈને મહાનગરપાલિકા લેવા જઈ રહી છે મોટો નિર્ણય, આવતા અઠવાડિયાથી જ બદલાશે સ્થિતિ
Vasai Football Coach Arrested રમતગમતમાં કરિયર બનાવવાની લાલચ આપી ફૂટબોલ કોચે સગીરા પર ૩ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ વસઈમાંથી નરાધમની ધરપકડ
Exit mobile version