ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
મુંબઈ NCBના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી ગઈ છે.
સમીર વાનખેડેને થાણે પોલીસે સમન્સ પાઠવ્યા છે.
તેમને 23 ફેબ્રુઆરીએ કોપરી પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
એટલે કે તેમણે આવતીકાલે પોલીસ સ્ટેશનમાં સંબંધિત દસ્તાવેજો સાથે પોતાનું નિવેદન નોંધવાનું રહેશે.
તેમના પર હોટલ અને બારનું લાઇસન્સ મેળવવામાં કથિત છેતરપિંડીનો આરોપ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા થાણે જિલ્લા કલેક્ટરે નવી મુંબઈમાં વાનખેડેના બારનું લાઇસન્સ રદ્દ કરી દીધું હતું.
