ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
લગ્ન સમારંભ દરમિયાન કોરોના ની ગાઈડલાઈન નું છડેચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ સમસ્યાને દૂર કરવા માટે થાણે પોલીસે મહાનગરપાલિકાને એક પત્ર લખ્યો છે.મહાનગરપાલિકાને લખેલા પત્રમાં થાણે પોલીસ કમિશનરે જણાવ્યું છે કે લગ્નનું સ્પેશિયલ રેકોર્ડિંગ કરવામાં આવે અને તેની ક્લિપ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવામાં આવે. ત્યારબાદ પોલીસ વિભાગ આ વીડીયો ક્લીપ ને જોશે તેમજ જ્યારે કોરોના નું ઉલ્લંઘન દેખાશે ત્યારે પગલાં પણ લેશે. આ ઉપરાંત લગ્ન સમારંભમાં આવેલા લોકો માંથી કોઈ ને કોરોના હશે તો તે લગ્ન સમારંભમાં આવેલા બીજા લોકોને ટ્રેસ કરવામાં મદદ મળશે.
જોકે થાને મહાનગરપાલિકાના કમિશનર ની આ અરજી નો હજી મહાનગરપાલિકા તરફથી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી.
પરંતુ જો પોલીસ કમિશનરની મરજી ચાલી તો થાણામાં થનાર દરેક લગ્ન સમારંભ નું શૂટિંગ કરવું પડશે. શક્ય છે કે ત્યારબાદ બીજી મહાનગરપાલિકાઓ પણ આ માર્ગને અનુસરે.
