ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
થાણે જિલ્લાના ઘોડબંદર રોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં ઓઇલ ટેન્કરે એક કારને ટક્કર મારી.
પ્રાપ્ત જાણકારી મુજબ આ અકસ્માત આજે (27 સપ્ટેમ્બર) મધ્યરાત્રિએ ગૌમુખ-ઘોડબંદર રોડ પર થયો હતો.
અકસ્માતને કારણે થાણે-ઘોડબંદર-અમદાવાદ (ગુજરાત) રૂટ પર મોટો ટ્રાફિક જામ થયો છે.
રોડ અકસ્માતના કારણે બેસ્ટ બસ સેવા C61 તેમજ C42,484,492 લિમિટેડ ખોરવાઈ છે
આ ઉપરાંત થાણેથી બોરીવલી સુધીનો 700 લિમિટેડનો બસ માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે.
આ અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા છે. જેમાં 2 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે.
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
