News Continuous Bureau | Mumbai
Murjibhai Patel : ‘કુમ કુમનાં પગલાં પડ્યાં, માડીનાં હેત ઢળ્યાં…’ એક નહીં, બે નહીં, પણ છેલ્લા ત્રણે દિવસ મધરાત સુધી ગરબા રમવાની પરવાનગી મળતાં ગરબા(Garba) આયોજકો, ગરબા રસિકો અને ખેલૈયાઓ ખુશખુશાલ થઈ ગયા છે. નવરાત્રિ(Navratri) દરમિયાન ખેલૈયાઓનો જોમ અને ઉત્સાહ અકબંધ રાખવા માટે મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Govt) દ્વારા નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ રાત્રે 12 વાગ્યા સુધી ગરબા અને લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી(permission) આપવામાં આવી છે. શનિવાર, રવિવાર ને સોમવારે મધરાત 12 વાગ્યા સુધી ગરબાનું આયોજન કરવા મળશે.

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયની સરાહના કરતાં અંધેરી-પૂર્વની ‘છોગાળા રે'(Chogada Re) નવરાત્રિના આયોજક અને લોકસેવક મૂરજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, “મોજુદા સરકાર લોકોની લાગણીની તરફેણમાં કામ કરી રહી છે. સરકારના આ નિર્ણયથી સમસ્ત ગરબા પ્રેમીઓ અને ગરબા આયોજકો ખુશ છે. જ્યારથી મહારાષ્ટ્રમાં નવી સરકાર આવી છે, ત્યારથી લોકહિત ના નિર્ણયો લેવાઈ રહ્યા છે. ખરું કહીએ તો કોરોનાને કારણે જે ધાર્મિક કાર્યક્રમો પર બંદીશ લાગી હતી તેની બેડીઓ તૂટી ગઈ છે.”
આ વર્ષે પ્રથમવાર રજૂ કરાયેલી ‘છોગાળા રે’ નવરાત્રિનો ક્રેઝ લોકોમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. આશરે 10 હજારથી વધુ ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને દરરોજ અહીં ગરબે ઘૂમે છે. કચ્છી કોયલ ગીતા રબારીએ પોતાની અનોખી શૈલીમાં ગરબાની જોરદાર રમઝટ બોલાવે છે ને તેમના તાલે ગરબા રસિકો મન મૂકીને નાચે છે. પારંપરિક ગરબા સાંભળવા માટે પણ અહીં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે.
આ સમાચાર પણ વાંચો : Partial Lunar Eclipse : 28-29,2023 ઓક્ટોબરના રોજ ચંદ્રનું આંશિક ચંદ્રગ્રહણ