Site icon News Continuous Bureau | Mumbai

ડૉર ટુ ડૉર જઈને BMC આપવા માગે છે રસી, જોકે નગરસેવક અને વૉર્ડ ઑફિસર નક્કી કરશે રસી કઈ રીતે આપવી; જાણો વિગત

ડૉર ટુ ડૉર જઈને BMC આપવા માગે છે રસી, જોકે નગરસેવક અને વૉર્ડ ઑફિસર નક્કી કરશે રસી કઈ રીતે આપવી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

Join Our WhatsApp Channel

મુંબઈ, 22 મે 2021

શનિવાર

મુંબઈમાં વધુમાં વધુ લોકોને અને એ પણ ઝડપથી રસી મળી એ માટે BMC ઘરે-ઘરે જઈને રસી આપવા માગે છે. જોકે સ્થાનિક નગરસેવક અને વૉર્ડ ઑફિસર નક્કી કરશે કે લોકોને રસી કઈ રીતે આપવી. લોકો સુધી કેવી રીતે પહોંચવું?

સામાન્ય રીતે પાલિકા પોતાના તમામ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે નગરસેવકોને વિશ્વાસમાં લઈને કામ કરતી હોય છે, પરંતુ 2022માં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે, ત્યારે નગરસેવકોને આગળ કરીને રસી ઉપર પણ રાજકારણ રમાઈ રહ્યું હોવાનુંચર્ચાઈ રહ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે ઘરે-ઘરે જઈને રસી આપવા સંદર્ભે પાલિકા કેન્દ્ર સરકારની અને બૉમ્બે હાઈ કોર્ટની મંજૂરીની રાહ જોઈ રહી છે. મંજૂરી મળી જાય તો પાલિકા પોતાનું કામ ચાલુ કરશે. જોકે સ્થાનિક સ્તરે એ કામ BMCના વૉર્ડ ઑફિસર અને નગરસેવકે કરવાનું રહેશે.

કયા વિસ્તારમાં કોણ છે? કેટલી વસતી છે? એ તમામ બાબતોની જાણકારી નગરસેવકો તથા વૉર્ડ ઑફિસરની પાસે હોય છે. એથી આ જવાબદારી તેમણે જ લેવાની રહેશે એવી સ્પષ્ટતા પાલિકા કમિશનર ઇકબાલસિંહ ચહલે કરી છે.

Vishakha Raut Supreme Court Relief વિશાખા રાઉતને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; નગરસેવક પદની કાયદેસરતા અંગે મહત્વપૂર્ણ ચુકાદો
Mumbai MACT Relief MACT કેસમાં ઐતિહાસિક સમાધાન; વીમા કંપની ચૂકવશે ₹૪.૨૫ કરોડ, પરિવાર વચ્ચે સધાઈ સંમતિ
Mumbai Real Estate Mega Deal મંદી ક્યાં છે ભાઈ?? મુંબઈમાં ઉદ્યોગપતિ પરિવારે ફ્લેટ નહીં પણ આખો ટાવર ખરીદી લીધો! અધધ આટલા કરોડ માં થઈ ડીલ
Mumbai FDA Crackdown સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને એમેઝોન વેરહાઉસ પર FDA નો સપાટો! ગંદકી મળતાં ૧૦ સંસ્થાનોના ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
Exit mobile version