Site icon

મીરા-ભાઈંદરમાં ડેપ્યુટી મેયરે કોરોનાના દર્દીઓની સહાય માટે આપ્યા ૩૦ લાખ રૂપિયા; જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

મીરા-ભાઈંદરમાં કોરોના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. એક તરફ, જ્યારે મહાનગરપાલિકા પહેલેથી જ આશરે ૫૦૦ કરોડના દેવામાં ડૂબી ગઈ છે, ત્યારે મીરા ભાઈંદરના ડેપ્યુટી મેયર હસમુખ ગહલોતે કોરોના દર્દીઓને તેમના કોર્પોરેટર ફંડમાંથી ૧૫ લાખ અને ડેપ્યુટી મેયરના ભંડોળમાંથી ૧૫ લાખ આપ્યા છે. એમ કુલ ૩૦ લાખ રૂપિયા સહાયરૂપે આપ્યા છે. આ બાબતે પાલિકા આયુક્ત દિલીપ ધોલેને પત્ર લખી તેમણે આ માહિતી આપી હતી.

કોરોનાના ગંભીર દર્દીઓના વિવિધ પરિક્ષણ અને ઉપચાર જેમ કે સીટીસ્કેન, ઓક્સિજન અને વેન્ટિલેટર જેવી સુવિધા પાલિકા દર્દીને સ્વખર્ચે કરાવવા દબાણ કરતી હોય છે. હવે જે દર્દીઓ આ ખર્ચ ઉપાડી શકે તેમ નથી તેમના માટે હસમુખ ગહલોતે આ રકમ આપી છે. મૂળભૂત રીતે વોર્ડમાં કેટલાક નોંધપાત્ર કામ કરવા માટે દરેક કોર્પોરેટરને દર વર્ષે યોગ્ય ભંડોળ આપવામાં આવે છે. ગયા વર્ષે, દરેક કોર્પોરેટરનું ફંડ ૧૨.૫ લાખ હતું, આ વર્ષે તેને વધારીને ૧૫ લાખ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે નગરસેવકો આ ભંડોળનો ઉપયોગ બેંચ, ચૌ, ફૂટપાઠ અને બ્યુટીફીકેશન માટે કરે છે. તેવામાં ડેપ્યુટી મેયરની આ પહેલની લોકોએ સરાહના કરી છે.

રાજનૈતિક સવાલ પૂછાયો : મુંબઈ શહેરમાં સંક્રમણ વધે તો લોકો જવાબદાર અને ઘટે તો ઠાકરે સરકારના સારા કામ!!! આવું કેમ?

ઉલ્લેખનીય છે કે હસમુખ ગહલોતે ગયા વર્ષે પ્રથમ લહેર વખતે પણ બંને ભંડોળમાંથી કુલ ૨૫ લાખ રૂપિયા સહાયરૂપે આપ્યા હતા.

Mumbai Metro Stunts: મુંબઈ મેટ્રોમાં જોખમી સ્ટંટ કરનારાઓ સામે લાલ આંખ: વાલીઓ માટે મેટ્રો પ્રશાસનની કડક ચેતવણી, અસુરક્ષિત કૃત્યો બદલ થશે જેલ અને દંડ
Govandi Shivaji Nagar Clash: મુંબઈના ગોવંડીમાં રાજકીય જંગ: સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે AIMIM અને સપાના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ, પોલીસે 9ની કરી ધરપકડ
Goregaon Stepmother Attack Case: ગોરેગાંવમાં કૌટુંબિક વિવાદમાં લોહીની હોળી: પિતાના બીજા લગ્નથી નારાજ પુત્રએ સાવકી માતા પર જીમના લોખંડના વજનથી કર્યો જીવલેણ હુમલો
Mumbai Hotel Gas Crisis: મુંબઈમાં ‘ગેસ સંકટ’થી હાહાકાર! ૨૦% હોટલો બંધ, બે દિવસમાં ૫૦% ને તાળા વાગવાની શક્યતા; હોટલ માલિકોમાં ચિંતા.
Exit mobile version