ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટી એટલે કે MMRDAએ નિર્ણય લીધો છે કે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મોજૂદ કોપરી રેલવે બ્રિજ પર બનેલો પાદચારી પુલ તોડી પાડવામાં આવે. આ માટે શનિવારે 11:00થી 06:00 સુધી કોપરી રેલવે પુલને યાતાયાત માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ દરમિયાન તમામ ટ્રાફિક ચેકનાકા ખારેગાવ, મુમ્બ્રા બાયપાસ, થાણે-બેલાપુર રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જે બૉલને તોડવામાં આવી રહ્યો છે એ અગાઉથી જ ખતરનાક જાહેર કરવામાં આવ્યો હતો.
