Site icon

Mumbai Rain: મુંબઈમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પોલ ખુલી, અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં તમામ દાવાઓ પોકળ સાબિત થયા..

Mumbai Rain: મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. રવિવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. જો કે, શહેરમાં પહેલા જ વરસાદે અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા અને ટ્રાફિક જામ સર્જાતા, તેમજ નાગરિકોને હાલાકીનો સામનો કરવા પડતા, પાલિકાના ચોમાસા માટેની તૈયારીના સર્વ દાવાઓ પોકળ સાબિત થયા હતા.

Mumbai Rain In the first rains in Mumbai, life was disrupted, all the claims of the municipality proved unsuccessful.

Mumbai Rain In the first rains in Mumbai, life was disrupted, all the claims of the municipality proved unsuccessful.

 News Continuous Bureau | Mumbai

Mumbai Rain:  ચોમાસાના આગમનથી મુંબઈગરાઓને હાલ કાળઝાળ ગરમીથી રાહત થઈ હોવા છતાં, શહેરમાં પહેલા જ વરસાદે મહાપાલિકાના ( BMC ) તમામ દાવાઓને ખોટા સાબિત કરી દીધા હતા. પાલિકાનું કહેવું હતું કે તેઓ ચોમાસા ( Monsoon ) માટે તૈયાર છે. જે દાવો પહેલા વરસાદે ખોટો સાબિત કરી દીધો હતો. રવિવારે રાત્રે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથેના વરસાદને કારણે ભાયખલા, પરેલ, દાદર, હિંદમાતા, અંધેરી, દહિસર સહિતના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ અને મોડી રાત સુધી પાણી ભરાવાના કારણે અનેકો કલાક વાહનવ્યવહાર ખોરવાયો હતો. 

Join Our WhatsApp Community

શહેરમાં દર વર્ષે જે સ્થળોએ પાણી ભરાઈ ( water logging ) જવાની સમસ્યાઓ છે.  તે સ્થળો આ વર્ષે પ્રથમ વરસાદમાં ( Rain ) જ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં ભાયખલા સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણિયે પાણી ભરાઈ ગયું હતું. તો સ્ટેશનમાંથી બહાર નીકળતી વખતે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરેલ, દાદર, હિંદમાતા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. તો પાલિકા તરફથી હિંદમાતા ખાતે બાંધવામાં આવેલી ભૂગર્ભ ટાંકીઓથી પણ આમાં કોઈ અસર જોવા મળી નથી.

Mumbai Rain: લોઅર પરેલના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા…

લોઅર પરેલના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તો અંધેરી સબવે ( Andheri Subway ) વેસ્ટ અને ઈસ્ટ એક્સપ્રેસ વે પર કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.

આ સમાચાર  પણ વાંચો :  Marathi School Uniform: મહારાષ્ટ્રમાં 15 જુનથી શાળાઓ શરુ, આ વર્ષથી એક રાજ્ય એક ગણવેશ નિયમ થશે લાગુ, છોકરાઓ અને છોકરીઓ માટે રહેશે આ ગણવેશ.. નિયમો જારી…

દરમિયાન, રવિવાર ઉપરાંત ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના કારણે રસ્તાઓ પર વધુ ટ્રાફિક જોવા મળ્યો ન હતો. પરંતુ શાળા શરૂ થવાની હોવાથી છેલ્લો રવિવાર હોવાથી આ વિચારી કેટલાક લોકો બાળકો સાથે ફરવા નીકળ્યા હતા. જેમાં રાત્રે અચાનક વરસાદ શરૂ થતાં અનેક સ્થળો પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જતાં મુંબઈગરાઓ ઘરે  પાછા પહોંચતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઘણા લોકો પાસે છત્રી કે રેઈનકોટ ન હોવાથી તેઓ ભીંજાઈને ઘરે પાછા ફર્યા હતા.

અચાનક પડેલા વરસાદથી વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. ઘણા વિસ્તારોમાંથી વાહનો અટકી જવાના અને ટુ-વ્હીલર પડી જવાના બનાવો પણ નોંધાયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. દક્ષિણ તરફ વડાલા ફ્રી-વે પર પાણી ભરાવાને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. પરેલ ટીટી, અંધેરી સબવે, ભાયખલા પર પાણી ભરાવાને કારણે થોડા સમય માટે ટ્રાફિક બંધ રહ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં તેમજ સોશિયલ મીડિયા પર ટ્રાફિક જામ અને વાહનો બંધ પડી જવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જેમાં મધરાત બાદ વરસાદ ધીમો પડતાં પાણી ઓસરી જતાં વહેલી સવાર સુધીમાં વાહનવ્યવહાર સામાન્ય થઈ ગયો હતો.

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version