ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ફેબ્રુઆરી 2021
મુંબઈ મહાનગરપાલિકાના 227 કોર્પોરેટરોને દર વર્ષે પોતાના ક્ષેત્રમાં ખર્ચ કરવા માટે નિધિ આપવામાં આવે છે.
આ પૈસા તેમના કોર્પોરેટ ફંડ ખાતામાં ડિપોઝિટ કરવામાં આવે છે. જેમાંથી ટેન્ડર માધ્યમથી પૈસા ખર્ચ થાય છે. જોકે ગત સપ્તાહે એવી ઘટના બની છે જેને કારણે મુંબઇ શહેરના તમામ કોર્પોરેટર ચિંતામાં આવી ગયા છે.
મુંબઈ શહેરના તમામ કોર્પોરેટરોના ફંડ અચાનક શૂન્ય થઇ ગયા છે. આવું શા માટે થયું તે સંદર્ભે કોઈ ખુલાસો થયો નથી. હવે આ સંદર્ભે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ તેમજ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર વાત છે ચર્ચા થઈ છે. એવું માનવામાં આવે છે કે આર્થિક રીતે કમજોર હાલતમાં રહેલી મુંબઈ મહાનગરપાલિકા આગામી સપ્તાહમાં આ પૈસા ફરી પાછા નગરસેવકોના વિકાસ ફંડમાં જમા કરશે.
