Site icon

શાબ્બાશ! કોરોના વધતા પ્રકોપ વચ્ચે વિતરણ કરવામાં આવશે મફત કોરોના પ્રોટેક્શન કીટઃ આ વેપારી સંસ્થા આવી આગળ જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

 મંગળવાર. 

કોરોના અને તેના નવા વેરિઅન્ટ ઓમાઈક્રોન કેસમા દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તેથી દુકાનમાં વ્યવસાય કરતા  વેપારીઓમાં અને તેમના કર્મચારીઓને દિવસ આવતા ગ્રાહકોને કારણે કોરોના સંક્રમિત થવાનું જોખમ વધી ગયું છે. તેથી વેપારીઓની સંસ્થા ધ રિટેલ ગ્રેન ડીલર એસોસિએશન દ્વારા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ની સાથે મળીને વેપારીઓ અને તેમના કર્મચારીઓ માટે ફ્રી કોરોના પ્રોટેક્શન કીટનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે.

મફતમાં કોરોના પ્રોટેકશન કીટનું વિતરણનો કાર્યક્રમ  શુક્રવાર 14મી જાન્યુઆરી 2022ના રોજ મસ્જિદ બંદર સ્થિત ગ્રેન ડીલર હોલમાં  રાખવામાં આવ્યો  છે.

 ધ મુંબઈ ગ્રેન ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના મુંબઈના ચેરમેન  રમણીક છેડાએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે આ કોરોના સુરક્ષા કીટનું વિતરણ શુક્રવાર 14-01-2022 ના રોજ બપોરે 12 થી 6 વાગ્યા દરમિયાન મફત કરવામાં આવ્યું હતું. આ કીટમાં માસ્ક (બે નંગ), પ્લાસ્ટિક ફેસ શિલ્ડ (એક નંગ) અને લેટેક્સ હેન્ડ ગ્લોવ્સ (એક જોડી)નો સમાવેશ થાય છે. સંસ્થાના સભ્યોને તેમના સભ્યપદ કાર્ડ પર સોમવારથી શુક્રવાર બપોરે 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વધુમાં વધુ બે કીટ મફતમાં આપવામાં આવશે.

વેસ્ટર્ન રેલવેને 9 મહિનામાં થઈ આટલા કરોડની કમાણી! ટિકિટ વગર અને માસ્ક વગરના મુસાફરો પાસેથી વસૂલી આ રકમ જાણો વિગત,

 કીટનો સ્ટોક ઉપલબ્ધ થશે તો વધુ થોડા દિવસ આ કીટનું વિતરણ ચાલુ રાખવામાં આવશે એવું પણ રમણીક છેડાએ જણાવ્યું હતું.
રમણીક છેડાએ વધુમાં જણાવ્યું હતું કે, અસોસિયેશનના સભ્યોને તો કીટસ આપવામાં આવશે. સાથે જ અન્ય સંસ્થા સાથે જોડાયેલા વેપારી, કર્મચારીઓને પણ કીટનું વિતરણ કરવામાં આવશે. 

Tragedy at Bandra Station: બાંદ્રા સ્ટેશન પર પથ્થરમારો: સામાન્ય ઝઘડામાં નિર્દોષ મુસાફરે એક આંખ ગુમાવી, યુપીના આઝમગઢનો હુમલાખોર ઝડપાયો.
Juhu Wildlife Raid: મુંબઈના જુહુમાંથી જીવતો મગર અને દુર્લભ કાચબો જપ્ત: વન્યજીવ તસ્કરીના આરોપમાં એકની ધરપકડ, વન વિભાગનો સપાટો.
Ghodbunder Road Accident: ઘોડબંદર રોડ પર સ્પીડનો ક્રેઝ જીવલેણ બન્યો ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં યુવકનું કરૂણ મોત, હેલ્મેટ પહેર્યું હોવા છતાં જીવ ન બચ્યો.
Mumbai Actress Fraud Case: મુંબઈ પોલીસનો સપાટો જાણીતી અભિનેત્રીનો સામાન હડપ કરનાર ઠગ જેલભેગો, કુરાર પોલીસે ચાંદીવલીના ગોદામ પર દરોડો પાડી સામાન રિકવર કર્યો.
Exit mobile version