ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 મે 2021
શુક્રવાર
બૉમ્બે હાઈ કોર્ટમાં સળંગ 12 કલાક કરતાં પણ વધુ સમય સુધી સુનાવણી ચાલી હતી. બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ શાહરુખ કાથાવાલા અને જસ્ટિસ સુરેન્દ્ર તાવડેની સંયુક્ત ખંડપીઠ સામે 80થી વધુ કેસ આવ્યા હતા. સવારના 11થી રાતના 11.30 કલાક સુધી એના પર ઑનલાઇન સુનાવણી થઈ હતી. આ પહેલાં પણ 2018માં જસ્ટિસ શાહરુખ કાથાવાલા વહેલી સવારના 3.30 વાગ્યા સુધી કોર્ટમાં સુનાવણી કરતાં બેસી રહ્યા હતા.
મુંબઈ હાઈ કોર્ટમાં વૅકેશન બેન્ચ સામે કોરોનાને પગલે હાલ ઑનલાઇન સુનાવણી ચાલી રહી છે. જસ્ટિસ કાથાવાલાની ખંડપીઠ સામે સવારના 11 વાગ્યાથી ફૌજદારી તથા સિવિલ વિષય પર જનહિતની અરજી, રિટ પિટિશન તથા અપીલ જેવાં 80 પ્રકરણ હતાં. આ તમામ કેસ પર સુનાવણી કરતાં રાતના 11.15 વાગી ગયા હતા.