Site icon News Continuous Bureau | Mumbai

બૉમ્બે હાઈ કોર્ટમાં રાતના 11.30 વાગ્યા સુધી સુનાવણી ચાલી, સળંગ 12 કલાક કરતાં પણ વધુ સમય ચાલી સુનાવણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

બૉમ્બે હાઈ કોર્ટમાં સળંગ 12 કલાક કરતાં પણ વધુ સમય સુધી સુનાવણી ચાલી હતી. બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ શાહરુખ કાથાવાલા અને જસ્ટિસ સુરેન્દ્ર તાવડેની સંયુક્ત ખંડપીઠ સામે 80થી વધુ કેસ આવ્યા હતા. સવારના 11થી રાતના 11.30 કલાક સુધી એના પર ઑનલાઇન સુનાવણી થઈ હતી. આ પહેલાં પણ 2018માં જસ્ટિસ શાહરુખ કાથાવાલા વહેલી સવારના 3.30 વાગ્યા સુધી કોર્ટમાં સુનાવણી કરતાં બેસી રહ્યા હતા.

મુંબઈ હાઈ કોર્ટમાં વૅકેશન બેન્ચ સામે કોરોનાને પગલે  હાલ ઑનલાઇન સુનાવણી ચાલી રહી છે. જસ્ટિસ કાથાવાલાની ખંડપીઠ સામે સવારના 11 વાગ્યાથી ફૌજદારી તથા સિવિલ વિષય પર જનહિતની અરજી, રિટ પિટિશન તથા અપીલ જેવાં 80 પ્રકરણ હતાં. આ તમામ કેસ પર સુનાવણી કરતાં રાતના 11.15 વાગી ગયા હતા.

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version