News Continuous Bureau | Mumbai
મુંબઈમાં ગુરુવારે સાંજે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના કેટલાક ભાગોમાં રોડ અને રેલ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. દરમિયાન ઘણા લોકોએ મુંબઈમાં વરસાદ અને વીજળીની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. એવો જ એક વીડિયોમાં મુંબઈના બોરીવલી પશ્ચિમ વિસ્તારમાં વીજળી પડતી હોય તેવું દેખાય રહ્યું છે. વિડીયોના કેપ્શન અનુસાર, નેમિનાથ બિલ્ડિંગ પર વીજળી પડી હતી પરંતુ ત્યાં કોઈ નુકસાન થયું નથી.
આ સમાચાર પણ વાંચો : શનિદેવ ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે મકર રાશિમાં માર્ગી-આ ચાર રાશિઓ ના ખુલી જશે ભાગ્ય-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે
વીડિયો પોસ્ટ કરનારા યુઝરે કેપ્શનમાં લખ્યું કે, આ વીજળી ચોક્કસપણે ડરામણી હતી! સદભાગ્યે તેઓએ બિલ્ડિંગમાં વીજળીનો સળિયો લગાવ્યો હતો, તેથી જો વીજળી પડે તો તે સીધી જમીનમાં ઉતરી જાય. આ આઠ સેકન્ડના વીડિયોમાં મોટા અવાજની સાથે વીજળી બહુમાળી બિલ્ડીંગ પર પડતી જોવા મળી રહી છે. જુઓ વિડીયો..
Borivali Mumbai yesterday
It surely was scary Luckily they had installed a lightning rod in the bldg so If the lightning strikes it directly goes to the ground #Mumbai #Borivali pic.twitter.com/KR94GedXwt— (@IshitaJoshi) September 8, 2022