ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧
સોમવાર
કોરોનાના કારણે મંદિર બંધ હોવાથી જૂતાચોરોના ગોરખધંધાને પણ માઠી અસર થઈ છે. હવે પોતાનો આ ધંધો ચાલુ રાખવા માટે જૂતાચોરોએ નવો કીમિયો અજમાવ્યો છે. હવે મંદિરને બદલે સોસાયટીઓ તેમના નિશાના પર છે. જૂતાચોરો સોસાયટીમાં ઘૂસી ઘરની બહારથી નવાં અને મોંઘાં જૂતાં ઉઠાવી જાય છે.
હાલ જૂતાચોરોના નિશાના પર દક્ષિણ મુંબઈનો ગિરગાંવ વિસ્તાર છે. ગયા વીકએન્ડમાં અહીંની એક સોસાયટીમાંથી ડઝન કરતાં વધુ પગરખાં ચોરાઈ ગયાં હતાં. સોસાયટીના CCTV ફૂટેજમાં આ ચોર કેદ થયા હતા. ચોરો ઘરની બહારના શુરેકમાંથી પગરખાં ઉપાડી ગયા હતા. ચોરો રાત્રે આઠ વાગ્યા આસપાસ સોસાયટીમાં ઘૂસે છે, કારણ કે મોટા ભાગે લોકો ત્યારે ટીવી જોવામાં અથવા જમવામાં વ્યસ્ત હોય છે.
આમિર અને કિરણના છૂટાછેડા પર રાખી સાવંતે કહ્યું, 'આમિરજી હું કુંવારી છું'
ઉલ્લેખનીય છે કે દર શુક્રવારે ચોરબજાર, બે ટાંકી અને દેઢ ગલીમાં સવારે બજાર ભરાય છે, ત્યાં આ ચોરો જૂતાં વેચે છે. જોકે આ અંગે હજી કોઈ ફરિયાદ નોંધાવાઈ નથી. આ ઉપરાંત ખિસ્સાકાતરુઓની હાલત પણ આવી જ છે. કોરોનાને કારણે લોકલ ટ્રેન અને બસમાં ભીડ ઘટતાં તેમનો પણ આ ગોરખધંધો બંધ થઈ ગયો છે.