Mumbai : મુંબઈ ગુજરાતી સંગઠને ઉજવ્યો મહારાષ્ટ્રની માતૃભાષાની ગુજરાતી માધ્યમની શાળાઓ અને વિદ્યાર્થીઓને બિરદાવતો ધમાકેદાર સરસ્વતી સન્માન સમારોહ ૨૦૨૩.

Mumbai : 2 સપ્ટેમ્બર 2023 ના ઘાટકોપરના એસ પી આર જૈન કન્યા શાળાના ભૂરીબેન ગોળવાળા સભા ગૃહમાં ઉજવાયો ધમાકેદાર માતૃભાષા ગુજરાતીની શાળાઓનો સન્માન સમારોહ.આ સમારોહમાં આવનાર સર્વે આચાર્યો શિક્ષકો વિદ્યાર્થી સંચાલકો અને ભાષાપ્રેમીઓનું આપણી સાંસ્કૃતિક પદ્ધતિથી ચાંદલો કરી અને મીઠું મોઢું કરાવી સ્વાગત કરવામાં આવ્યું.

The Mumbai Gujarati Association celebrated a grand Saraswati Samman Samaroh 2023 felicitating the mother tongue Gujarati medium schools and students of Maharashtra.

News Continuous Bureau | Mumbai 

Mumbai : દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓના હસ્તે દીપ પ્રાગટ્ય(Candle lighting) કરવામાં આવ્યું અને એસપીઆર જૈન કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગીતા ના શ્લોક નું પઠન પ્રાર્થના,નૃત્ય કરવામાં આવી. એના પછી આરોહી નામની બાળાએ બેટી બચાવો પર પોતાનું સુંદર કાવ્ય પઠન કરી બધાના મન મોહી લીધા. કે જે સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયની બે વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કીર્તન(bhajan) અધુરમ મધુરમ પર નૃત્ય કરવામાં આવ્યું અને ભક્તિનું વાતાવરણ ઉત્પન્ન કરી દીધું. એના પછી અંગ્રેજી(english) અને ગુજરાતી(gujarati) વિષયમાં વધુ ગુણ મેળવનાર (૧૧૭+૧૪) તેમજ શાળામાં પ્રથમઆવનાર (૬૨) વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર રોકડ(૧૦૦૦₹)(૫૦૦₹) રકમ,સ્મૃતિચિન્હ અને પુસ્તકની ભેટ આપવામાં આવી. બોર્ડમાં પ્રથમઆવનાર (૪) વિદ્યાર્થીઓને સ વ પ વિ વિ કાંદિવલીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ(૮૪-૮૫) દ્વારા ચાંદીની ૨૦ gm ની લગડી આપવામાં આવી. જે શાળાઓનું ૧૦૦% પરિણામ આવેલું એવી ૨૩ શાળાઓનું(schools) સનમાન પણ સ્મૃતિચિન્હ અને પુસ્તક દ્વારા કરવામાં આવ્યું.
આખા કાર્યક્રમને વધુ મનોરંજક બનાવવા હુસેની ભાઈ નિર્મિત ગુજરાતી મિડીયમ રજૂ થયું, જેમાં આવનાર સર્વે પેટભરીને હસ્યા તેમજ માતૃભાષાનું મહત્વ સમજ્યા.

Join Our WhatsApp Community

The Mumbai Gujarati Association celebrated a grand Saraswati Samman Samaroh 2023 felicitating the mother tongue Gujarati medium schools and students of Maharashtra.

એસ પી આર જૈન કન્યા શાળાની બાળાઓએ એરિયલ એક્ટ કરી આખા સભાગૃહમાં સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ બાળાઓને ૧૨૫ વૃદ્ધોના આશીર્વાદ રૂપે મારું ઘર તરફથી ૩૧૦૦૦ ₹ ઇનામ અને સંગઠન તરફથી પણ ઇનામ આપવામાં આવ્યા.
માતૃભાષા માટે નો ગર્વ સમાજ સુધી પહોંચાડવાનું કામ શેરી નાટક દ્વારા સંગઠનની યુવા ટીમે કર્યું. ભાવેશ મહેતા, પાર્થ અને મીરાં દ્વારા સંગઠનના ધ્યેય અને કાર્યોની માહિતી PPT દ્વારા આપી યુવાનોને માતૃભાષાના ઉત્થાનના આ કાર્યોમાં જોડાવા માટે હાકલ કરવામાં આવી. જેના પ્રતિસાદ રૂપે ઘણાં વિદ્યાર્થીઓએ સંગઠનમાં જોડાવાનો ઉત્સાહ દેખાડ્યો.
આખા કાર્યક્રમમાં જેમણે પોતાના સાથ સહકાર આપેલો એ બધાનો ભાવેશભાઈ મહેતા દ્વારા આભાર માનવામાં આવ્યો. ખાસ મીનાબેન ખેતાણી જેમણે માતૃભાષાના આ કાર્યક્રમ માટે સભાગૃહ નિશુલ્ક આપ્યો, આચાર્ય નંદાબેન અને રીટાબેન તેમ જ એસ પી આર જૈન કન્યા શાળાના સર્વે શિક્ષકોને અને ક જે સોમૈયા કલા અને વાણિજ્ય વિભાગના પ્રીતિબેન દવેને વંદન કરી, રાષ્ટ્રગીત ગાય સર્વે ભોજન કરી સુંદર યાદો લઈને છૂટા પડ્યા.

આ સમાચાર પણ વાંચો : IMD Weather Update : હવામાન વિભાગની મોટી આગાહી!દેશમાં ચોમાસું સક્રિય, આગામી ત્રણ દિવસ દરમિયાન આ રાજ્યોમાં થશે ભારે વરસાદ.. જાણો હાલ ક્યાં કેવી સ્થિતિ.. 

પડઘા બોરિવલી વિસ્તારમાં ફરી દરોડા; આતંકવાદીઓને આર્થિક મદદ પૂરી પાડવાની શંકા
Ocean Gold Konkan Offshore Sailing Race: ઓશન ગોલ્ડ કોંકણ ઓફશોર સેલિંગ નૌકા સ્પર્ધા : ગેટવે ઓફ ઇન્ડિયાથી ગોવા સુધીની 222 નોટિકલ માઇલની રોમાંચક રેસ!
Mumbai: મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો!
Mumbai Local: બદલાશે મુંબઈ લોકલનો ચહેરો: સ્વયંસંચાલિત દરવાજાવાળી નોન-એસી ટ્રેન દોડાવવા કેન્દ્ર સરકારની તૈયારી
Exit mobile version