ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ફેબ્રુઆરી 2021
મુંબઈ મહાનગરપાલિકાએ દહિસર ચેકનાકા પાસે આવેલી કેતકી પાડા ની ઝૂંપડપટ્ટી ને તોડવાનું શરૂ કર્યું છે. મહાનગરપાલિકાએ અહીં રહેલા ઝુંપડ વાસીઓને મીરા રોડ પાસે વૈકલ્પિક જગ્યા આપી છે. બહુ થોડા સમયમાં અહીંના ઝૂંપડાઓ તુટી ગયા બાદ ત્યાં પાકો રસ્તો બનાવવામાં આવશે જેથી સર્વિસ રોડ વધુ પહોળો થઈ જશે.
આ સર્વિસ રોડ પહોળો થવાને કારણે મુંબઈ શહેરમાં પ્રવેશવા માટે અધિક જગ્યા ઉપલબ્ધ રહેશે જેથી ટ્રાફિક ઓછો થશે.