Site icon

મુંબઈની વેધશાળાએ મુંબઈને આપી આ ચેતવણી. સાવધાન રહેજો. જાણો વિગત… ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧
શુક્રવાર

હવામાન વિભાગે 9 જૂનથી ૧૨ જૂન સુધી મુંબઈ સહિત કોંકણ પટ્ટાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી અગાઉ જ કરી હતી. હવે મુંબઈના હવામાન વિભાગે મુંબઈગરાઓને ફરી ચેતવ્યા છે. વિભાગે તાજેતરમાં જાહેર કરેલી માહિતી મુજબ મુંબઈમાં આગામી કેટલાક કલાકો માટે વાવાઝોડા સાથે હળવા ઝાપટાં અને ભારે વરસાદની આગાહી કરી છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ થવાની સંભાવના વિભાગે દર્શાવી છે. આ આગાહી પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ જેવા જિલ્લાઓમાં માટે કરવામાં આવી છે. અલગ-અલગ સ્થળોએ આગામી કલાકો દરમિયાન હળવાથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

ખાનગી રસીકરણ કેન્દ્રો માટે પાલિકાએ નક્કી કર્યા આ મહત્તમ દર; જાણો કિંમત અહીં
ઉલ્લેખનીય છે કે છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મુંબઈગરાઓએ બહાર નીકળતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. આ ખરાબ મોસમમાં મોટા વ્રુક્ષો પણ ધરાસાયી થવાની સંભાવનાને પગલે લોકોને સાવચેતી રાખવા જણાવાયું છે. ઉપરાંત આવશ્યક કારણ વગર ઘરની બહાર જવાનું ટાળવાનું પણ કહેવામાં આવ્યું છે.

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version