Site icon News Continuous Bureau | Mumbai

ઓ હો! રસ્તા પર થૂંકનારા લોકો પાસેથી પાલિકાએ ઉઘરાવ્યો ૨૮ લાખ રૂપિયાનો દંડ; હવે વધશે દંડની રકમ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

મહાનગર મુંબઈમાં સુવિધાઓ પૂરી પાડનારી એશિયાની સૌથી શ્રીમંત મુંબઈ મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગે આજે એક ન્યુઝલેટર બહાર પાડી જાણકારી આપી હતી કે તેણે રસ્તા પર થૂંકનારાઓ પાસેથી કુલ ૨૮ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. હાલમાં આ દંડ વ્યક્તિદીઠ ૨૦૦ રૂપિયાનો છે.

જાહેર સ્થળોએ થૂંકવાને કારણે કોરોના સહિત અન્ય રોગો ફેલાય છે અને શહેરમાં ગંદકી થાય છે, એથી મહાનગરપાલિકા આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી દંડ વસૂલે છે. પાલિકાએ છેલ્લા સાત મહિનામાં આવા ૧૪ હજારથી વધુ લોકોને દંડ કરી અને ૨૮ લાખ ૬૭ હજાર રૂપિયા વસૂલ કર્યા છે. આમાંનો સૌથી વધુ 4,70,200 રૂપિયાનો દંડ એલ વૉર્ડમાંથી વસૂલાયો હતો.

મહારાષ્ટ્રમાં કોરોના કહેર, આ જિલ્લામાં માત્ર એક મહિનામાં 9 હજારથી વધુ બાળકો થયા સંક્રમિત ; જાણો વિગતે 

ઉલ્લેખનીય છે કે હવે આ દંડની રકમ વધારવામાં આવશે. આ સંદર્ભે જાહેર હિતની અરજીમાં હાઈ કોર્ટ દ્વારા પાસ કરાયેલા આદેશ મુજબ પગલાં વધુ તીવ્ર બનાવવા તેમ જ અસરકારક જનજાગૃતિ લાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ રકમ માત્ર 200  રૂપિયા છે, એથી આ રકમ વધારવાની વાત વહીવટી તંત્રની વિચારણા હેઠળ હતી અને હવે આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચહલે તાજેતરમાં જ એની મંજૂરી આપી દીધી છે.

Santacruz Drainage Cleaning Tragedy સેફ્ટી વગર ડ્રેનેજમાં ઉતારાયા? સાંતાક્રુઝમાં ઝેરી ગેસથી શ્રમિકનું મોત, તંત્રની બેદરકારી સામે રોષ
Operation Border Bullion Bust ગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક પર DRIની સર્જિકલ સ્ટ્રાઈક ₹૪૭૫ કરોડના સોનાની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો, ૧૧ આરોપીઓની ધરપકડ
High Return Investment Fraud EOW ની મોટી કાર્યવાહી દર મહિને ૫ થી ૮ ટકા રિટર્નનું સપનું બતાવી ઠગાઈ કરતી ગેંગના ૪ ભેજાબાજો ઝડપાયા
Bhiwandi Textile Investment Fraud નફાની લાલચ પડી ભારે! વેપારમાં મોટા વળતરની લાલચ આપી લાખોની રોકડ અને ૪૬ તોલા સોનું ચાંઉ, ૪ સામે સકંજો
Exit mobile version