ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
મુંબઈ પોલીસ તેમજ મહાનગરપાલિકા પુરા પ્રયત્ન કરી રહી છે કે કોરોના કાબુમાં આવે. ત્યારે બીજી તરફ ખતરાની ઘંટડી વાગી રહી છે. મુંબઈના ધારાવી વિસ્તારમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 101 થઈ ગઈ છે. આ આંકડો આવતાની સાથે જ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ ધારાવી હોટસ્પોટ બન્યું હતું ત્યારે બધા જ ચિંતામાં આવી ગયા હતા.જોકે મહાનગરપાલિકા દ્વારા ઝડપી પગલાં લેવાતા પરિસ્થિતિ પલટાઈ હતી. હવે ફરી એક વખત કોરોના ની સમસ્યા સામે દેખાઈ રહી છે.
જો ધારાવીમાં કોરોના ના આંકડા વધશે તો આખા મુંબઈ પર ખતરો વધશે.
ભારતમાં કોરોનાએ ફરી ચિંતા વધારી : એક્ટિવ કેસનો આંકડો 2 લાખને પાર, જાણો નવા આંકડા અહીં..