ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
કાંદિવલી પૂર્વના લોખંડવાલા સ્થિત સેફાયર હાઇટ્સ હાઉસિંગ સોસાયટીમાં અચાનક ડેપ્યુટી રજિસ્ટ્રાર દ્વારા ઍડ્મિનિસ્ટ્રેટર અને ઑડિટરની નિમણૂક કરતાં સોસાયટીના સભ્યો રોષે ભરાયા છે. હકીકતે સોસાયટીના રહેવાસી અને કૉન્ગ્રેના ભૂતપૂર્વ નગરસેવક અજંતા યાદવે અધ્યક્ષ વૈભવ કાનાબાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ડેપ્યુટી રજિસ્ટ્રારે આ કાર્યવાહી કરી હતી, જેમાં અધ્યક્ષને પદ પરથી હટાવી અને કમિટીના બીજા બે સભ્યોને કાયમ રાખ્યા હતા.
સોસાયટીના લગભગ ૫૨૦ સભ્યોએ આ કાર્યવાહીનો પ્રખર વિરોધ કર્યો હતો અને જૂની સ્થિતિ ફરી કાયમ કરવા હેતુ ઝુંબેશ ચલાવી હતી. રજિસ્ટ્રારે પોતાના આદેશમાં જણાવ્યું છે કે અધ્યક્ષે મંજૂરી મેળવ્યા વિના મોટી રકમ ખર્ચી નાખી હતી અને બાદમાં વાર્ષિક સામાન્ય બેઠકમાં એનો અહેવાલ આપ્યો હતો અને હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. જોકેઅધ્યક્ષ વૈભવે કહ્યું છે કે રજિસ્ટ્રારે તેમનો પક્ષ સાંભળ્યો નથી અને એકતરફી નિર્ણય આયો છે.
ગજબ કહેવાય! ભારે વરસાદમાં મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયની જ બત્તી થઈ ગુલ.. જાણો વિગત
વૈભવે એક મીડિયા હાઉસને કહ્યું હતું કે જરૂરી ખર્ચ માટે સભ્યોની અનૌપચારિક મંજૂરી લેવામાં આવી હતી અને બાદમાં સામાન્ય બેઠકમાં સભ્યોએ આ ખર્ચને મંજૂરી આપી હતી. સોસાયટીના સભ્યોનો આરોપ છે કે ગેરકાયદે પાર્કિંગ સંદર્ભે યાદવની ફરિયાદ કરવામાં આવી હતી. એથી વેર વાળવા તેણે આ ફરિયાદ રજિસ્ટ્રારને નોંધાવી હતી. સોસાયટીના સભ્યોએ આવી રહેલી પાલિકાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો પ્રતિનિધિ ન જીતે એ બાબતે ઝુંબેશ શરૂ કરવાની પણ વાત ઉચ્ચારી હતી.