Site icon

શિવસેનાના ધારાસભ્યના નિધન બાદ થનારી અંધેરીની પેટાચૂંટણી લડવાનું શિંદે ગ્રુપનું સપનું રોળાશે-ભાજપનો ઉમેદવાર ફાઈનલ

News Continuous Bureau | Mumbai

શિવસેનાના ધારાસભ્ય(Shivsena MLA) રમેશ લટકેના(Ramesh Latke) નિધન બાદ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. શિવસેના સામે બળવો કરીને અલગ ગ્રુપ બનાવનારા મુખ્યમંત્રી એકનાથ શિંદેના(CM Eknath Shinde) જૂથે આ બેઠક માટે દાવો કર્યો હતો. પરંતુ  ભાજપની ગેમ સામે શિંદે ગ્રુપની બોલતી બંધ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ભાજપે(BJP) આ બેઠક માટે પોતાના ઉમેદવાર ઊભા રાખવાની હિલચાલ ચાલુ કરી દીધી છે અને તેમનો ઉમેદવાર પણ નક્કી થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

Join Our WhatsApp Community

મુંબઈના અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાંથી શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકે ચૂંટાયા હતા. રમેશ લટકે 1997 થી સતત ત્રણ વખત મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર પદ પર રહ્યા હતા. ત્યારબાદ 2014ની ચૂંટણીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ(Shiv Sena president Uddhav Thackeray ) તેમને વિધાનસભાની ઉમેદવારી આપી હતી. જે બાદ તેઓ સતત બીજી વખત વિધાનસભામાં ચૂંટાયા હતા.

રમેશ લટકેનું મે મહિનામાં હૃદયરોગના હુમલાથી 52 વર્ષની વયે દુબઈમાં અવસાન થયું હતું. તેથી હવે અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં(Andheri East Assembly Constituency) પેટાચૂંટણી યોજાવાની છે. 2009માં આ મતવિસ્તાર અસ્તિત્વમાં આવ્યા બાદ કોંગ્રેસે(Congress) પ્રથમ ચૂંટણી જીતી હતી, જ્યારે શિવસેનાએ ત્યારથી બે વખત ભગવો લહેરાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : બહારગામ જતા રેલ યાત્રી માટે સારા સમાચાર- વેસ્ટર્ન રેલવેએ બાંદ્રાથી ઉપડતી આ બે ટ્રેનોની ટ્રીપ વધારી-જાણો કઈ છે તે ટ્રેનો

રમેશ લટકેની પત્ની ઋતુજા લટકે ગયા અઠવાડિયે ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. તેથી રિતુજા લટકેને શિવસેના તરફથી ઉમેદવારી મળશે એવું માનવામાં આવે છે. આ દરમિયાન શિંદે ગ્રુપ પણ આ બેઠક પર લડીને મુંબઈમાં પોતાનું જોર દેખાડવાની તૈયારી કરી રહ્યા હતા. એવું પણ ચર્ચાઈ રહ્યું કે શિવસેનાના ધનુષ અને બાણ ચિન્હ પર ઝડપથી સુનાવણી કરવાનો શિંદે જૂથ એટલે જ આગ્રહ કરી રહ્યું છે કે આ ચૂંટણી આ નિશાની પર લડી શકાય.

આ પેટાચૂંટણી શિંદે અને ઠાકરે બંને જૂથો માટે તેમની પાસેના ધારાસભ્યોની સંખ્યા વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભાજપ માટે પણ એવું જ છે. આથી ભાજપની યોજના એવી છે કે જો ચૂંટણી પંચ તરફથી પરિણામ આવવામાં સમય લાગશે તો તેણે શિંદે જૂથને બદલે પોતાનો ઉમેદવાર ઉતારે. ઠાકરે માટે આ બેઠક જાળવી રાખવી, શિંદે માટે આ બેઠક જીતવી અને ભાજપ માટે આ બેઠક કબજે કરવી પડકાર છે. ભાજપ દ્વારા આ મતવિસ્તારમાં ચૂંટણીની તૈયારી માટે આશિષ શેલારને જવાબદારી સોંપવામાં આવી છે.
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version