Site icon

મોબાઇલના ચક્કરમાં મહિલાએ પ્રાણ ગુમાવ્યા; મોબાઇલ ચોરને પકડવા જતી મહિલા ટ્રેનમાંથી પડી ગઈ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના શનિવારે કલવા રેલવે સ્ટેશન પર બની હતી. એક ૩૫ વર્ષીય મહિલાનો ફોન એક શખ્સે છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ચોર સાથે થયેલી ઝડપમાં મહિલા ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગઈ હતી અને એ જ ક્ષણે તેનું મોત નીપજ્યું હતું. ડોમ્બિવલીની રહેવાસી આ મહિલા વિદ્યા પાટીલ 10 વર્ષથી ઓછી વયની ત્રણ પુત્રીની માતા હતી.

પોલીસે મીડિયાને જણાવ્યા મુજબ, આ મહિલા અંધેરીની એક ખાનગી ઑફિસમાં નોકરી કરતી હતી. શનિવારે સાંજે તે કુર્લાથી લોકલ ટ્રેનમાં ચડી હતી, જ્યારે તેની ટ્રેન કલવા સ્ટેશને પહોંચી ત્યારે આરોપી મહિલાના ડબ્બામાં સવાર થઈ ગયો હતો. ટ્રેન ચાલુ થતાં આરોપીએ પાટીલનો ફોન છીનવી લીધો હતો અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ મહિલા અને આરોપી વચ્ચે થયેલી ખેંચતાણમાં મહિલા ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગઈ હતી અને દુર્ભાગ્યે એ જ સમયે પ્લૅટફૉર્મ પૂરું થતાં તે સીધી પૈડાંમાં આવી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

અરે વાહ! મુંબઈના ઘાટકોપર મુલુંડની હાઉસિંગ સોસાયટીના આટલા હજાર લોકોને અપાઈ કોરોના વેક્સીન ; જાણો વિગતે 

ઉલ્લેખનીય છે કે રવિવારે મુમ્બ્રા રેલવે સ્ટેશન નજીક આરોપીને CCTV ફૂટેજના આધારે ઓળખી તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ કલમ 3૦4 અને 397 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version