ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે ૨૦૨૧
બુધવાર
થાણેના કોલસેત વિસ્તારમાં રહેતો ચીનું ક્વાત્રા નામનો ૩૦ વર્ષીય એમબીએ યુવક હાલ કોરોનાના દર્દીઓની સતત મદદ કરી રહ્યો છે. મુંબઈના કોરોના દર્દીઓની મદદ માટે આ યુવકે ૧૨ જણની ટીમ બનાવી છે. તેઓ ઓક્સિજન અને બીજી જરૂરી મદદ પૂરી પાડે છે.
ચીનુંએ પ્રથમ લહેર દરમિયાન શરૂ કરેલા 3 હેલ્પલાઈન નંબર ૨૪ કલાક માટે ફરી શરૂ કાર્ય છે. તેણે મુંબઈ અને થાણે વિસ્તારમાં સેવાકાર્ય કરતા લોકો સાથે મળી એક ચેઈન ઊભી કરી છે. જયારે પણ કોઈ મદદ માંગે તો તેની મદદ માટે તેઓ પોતે અથવા આ તૈયાર કરેલી ચેઈનના માધ્યમથી મદદ પૂરી પાડે છે. ૧૩ એપ્રિલથી અત્યાર સુધીમાં ૩૧૦૦ લોકોને ઓક્સિજન પહોચાડ્યો છે.
બે એનજીઓએ પણ આ ટીમની મદદ કરી છે અને ૧૦ ઓક્સિજન સીલીન્ડર અને ૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપ્યા છે. આ ટીમે ક્રાઉડ ફંડિંગ અને સીએસઆરની મદદથી ૩૦ લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું છે, જેથી આ સેવા કાર્ય અવિરત ચાલુ રહે.
ઉલ્લેખનીય છે કે ચીનુંએ પ્રથમ લહેર દરમિયાન પણ ૭૫ દિવસ સુધી કુલ ૭ લાખ લોકોને રાશન અને ભોજન પણ પહોચાડ્યું હતું.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ માટે આગળ આવ્યા સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર, કરી આ મોટી મદદ