Site icon News Continuous Bureau | Mumbai

થાણેમાં રહેતો આ યુવક સતત કોરોના દર્દીઓની મદદ કરી રહ્યો છે; અત્યાર સુધીમાં ૩૧૦૦ કોરોના દર્દીઓને પૂરો પડ્યો ઓક્સિજન

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે ૨૦૨૧
બુધવાર
થાણેના કોલસેત વિસ્તારમાં રહેતો ચીનું ક્વાત્રા નામનો ૩૦ વર્ષીય એમબીએ યુવક હાલ કોરોનાના દર્દીઓની સતત મદદ કરી રહ્યો છે. મુંબઈના કોરોના દર્દીઓની મદદ માટે આ યુવકે ૧૨ જણની ટીમ બનાવી છે. તેઓ ઓક્સિજન અને બીજી જરૂરી મદદ પૂરી પાડે છે.
ચીનુંએ પ્રથમ લહેર દરમિયાન શરૂ કરેલા 3 હેલ્પલાઈન નંબર ૨૪ કલાક માટે ફરી શરૂ કાર્ય છે. તેણે મુંબઈ અને થાણે વિસ્તારમાં સેવાકાર્ય કરતા લોકો સાથે મળી એક ચેઈન ઊભી કરી છે. જયારે પણ કોઈ મદદ માંગે તો તેની મદદ માટે તેઓ પોતે અથવા આ તૈયાર કરેલી ચેઈનના માધ્યમથી મદદ પૂરી પાડે છે. ૧૩ એપ્રિલથી અત્યાર સુધીમાં ૩૧૦૦ લોકોને ઓક્સિજન પહોચાડ્યો છે.
બે એનજીઓએ પણ આ ટીમની મદદ કરી છે અને ૧૦ ઓક્સિજન સીલીન્ડર અને ૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપ્યા છે. આ ટીમે ક્રાઉડ ફંડિંગ અને સીએસઆરની મદદથી ૩૦ લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું છે, જેથી આ સેવા કાર્ય અવિરત ચાલુ રહે.
ઉલ્લેખનીય છે કે ચીનુંએ પ્રથમ લહેર દરમિયાન પણ ૭૫ દિવસ સુધી કુલ ૭ લાખ લોકોને રાશન અને ભોજન પણ પહોચાડ્યું હતું.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ માટે આગળ આવ્યા સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર, કરી આ મોટી મદદ

Join Our WhatsApp Channel
Miraculous rescue of toddler વિરારમાં ત્રીજા માળેથી નીચે પછડાયેલા ૧૮ મહિનાના માસૂમ બાળકનો શેડ પર પડવાથી ચમત્કારિક બચાવ
Borivali birthday firing incident બોરિવલીમાં જન્મદિવસની પાર્ટીમાં એર ગન ફાયર, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો, આરોપી ઝડપાયો
MCOCA invoked against gang મુંબઈમાં સંગઠિત અપરાધ સામે મોટી કાર્યવાહી, કુખ્યાત ગેંગના ૧૨ સભ્યો સામે ‘મોકા’ અંતર્ગત ગુનો દાખલ
Salon worker suicide case સેલોન કર્મચારીના આપઘાત મામલે છ મહિના બાદ ચાર સહકર્મીઓ સામે ગુનો દાખલ
Exit mobile version