Site icon

હવે વિરાર ના કોવિડ સેન્ટરમાં લાગી મોટી આગ. તેર દર્દીઓ જીવતા બળી ગયા જાણો વિગત….

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
   મહારાષ્ટ્રના  મુંબઈ સ્થિત વિરાર વિસ્તારમાં વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ લાગવાથી 13 દર્દીઓનું મૃત્યુ થઈ ગયું છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર વિરાર વેસ્ટના વિજય વલ્લભ હોસ્પિટલના icu મા  15 દર્દીઓ હતાં. જેમાંથી 13 દર્દીઓનું મૃત્યુ થયુ છે. એસી માં શોર્ટ સર્કિટ થવાને અને આગ લાગી હોવાની આશંકા થઈ રહી છે. હોસ્પિટલનો icu વોર્ડ બીજા માળે હતો, જ્યાં વહેલી સવારે ત્રણ વાગે આગ લાગી. હોસ્પિટલના સીઇઓના જણાવ્યા મુજબ, આ હોસ્પિટલમાં લગભગ 90 કોરોના દર્દીઓ છે. જે દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય એવા દર્દીઓને અમે બીજી હોસ્પિટલમાં શીફ્ટ કરીએ છીએ. આઈસીયુમાં કંઈક તણખો થયો અને એકથી બે મિનિટમાં હોસ્પિટલમાં આગ ફેલાઈ ગઈ. જો કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા છે.' હોસ્પિટલમાં રાત્રે કેટલો સ્ટાફ ડ્યુટી પર હતો એ અંગે પ્રશ્ન પૂછતા હોસ્પિટલના સીઇઓએ મૌન સેવ્યું હતું. આ આગ પર કાબુ મેળવવા માટે વસઈ વિરાર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની 10 ગાડીઓ આવી હતી. હોસ્પિટલના આઈસીયુમાં શોર્ટ સર્કિટ થવાથી અંદર રહેલા 13 દર્દીઓ બળીને ભડથું થઇ ગયા હતા.


   હોસ્પિટલમાં બાકી રહેલા દર્દીની સાથે આવેલા તેમના સગાં ના મત મુજબ હોસ્પિટલમાં જ્યારે આગ લાગી ત્યારે ફક્ત બે નર્સ જ હાજર હતી, કોઇ જ ડોક્ટર ન હતું અને હોસ્પિટલની પાસે પોતાની ફાયર સેફ્ટી સિસ્ટમ પણ નથી.

Join Our WhatsApp Community

કોરોનાના દૈનિક કેસ મામલે ભારત રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, આજે જૂનો રેકોર્ડ પણ તોડ્યો. જાણો તાજા આંકડા.. 

    ઉલ્લેખનીય છે કે, આ દર્દનાક ઘટનાથી વ્યથિત થઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ વિરાર હોસ્પિટલમાં આગના કારણે મૃત્યુ પામેલા મૃતકોના સગાને પાંચ લાખ રૂપિયા અને ગંભીર પણે જખમી થયેલા દર્દીને ને એક લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.

Mumbai Water Cut:મુંબઈગરાં પર પાણી કાપનું સંકટ: ૨૭ જાન્યુઆરીથી શહેર અને પૂર્વ ઉપનગરોમાં ૧૦ ટકા કાપ; BMC એ જાહેર કરી વિસ્તારોની યાદી.
Mumbai E-commerce Theft: મુંબઈમાં ‘લાઈવ’ વીડિયો કોલ પર કરોડોની ચોરી: ઈ-કોમર્સ કંપનીનો કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ;
Terror at Juhu Beach: જુહુ ચોપાટી પર આતંક: ગેરકાયદે ફોટોગ્રાફરોએ પ્રવાસીને માર મારી લોહીલુહાણ કર્યો.
Mumbai Police: અંધેરી પોલીસે સ્પોર્ટ્સ બાઈક ચોર ગેંગને દબોચી: ₹18 લાખની 9 મોંઘીદાટ બાઈક રિકવર; સાકીનાકાથી 3 આરોપીઓ ઝડપાયા.
Exit mobile version