Site icon News Continuous Bureau | Mumbai

ચોમાસા દરમિયાન લોકો ખુલ્લી ગટરમાં ન પડી જાય એટલે પાલિકાએ ઊંચક્યું આ પગલું; જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 જૂન 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ચોમાસામાં રસ્તે ચાલનારા રાહદારીઓ માટે ખુલ્લી ગટરો અને મેનહોલ જોખમી બની શકે છે. એથી મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના મેનહોલને લોખંડની જાળીઓથી ઢાંકી દીધી છે. એ માટે મુંબઈ પાલિકાએ કરોડો  રૂપિયાનો ખર્ચ કર્યો છે. મુંબઈમાં લગભગ 73,000 મેનહોલ છે.

વરસાદી પાણીનો નિકાલ કરવા માટે અમુક વખતે રસ્તાઓ પર આવેલા મેનહોલ અજાણ્યા લોકો દ્વારા ખુલ્લા મૂકી દેવામાં આવતા હોય છે. જે રાહદારીઓ માટે જોખમી બની શકે છે. એથી પાલિકાએ આવા મેનહોલ પર લોખંડની જાળી બેસાડી દીધી છે. ભારે વરસાદમાં રસ્તામાં પાણી ભરાવાથી મેનહોલ નહીં દેખાવાના સંજોગોમાં એમાં કોઈ પડી ગયું તો પણ પાણીની સાથે તે તણાઈ જશે નહીં. 

મુંબઈ શહેરમાં 855, પશ્ચિમ ઉપનગરમાં 355 અને પૂર્વ ઉપનગરમાં 186 મેનહોલ પર પાલિકાએ અત્યાર સુધી લોખંડની જાળી બેસાડી દીધી છે.

પહેલા વરસાદે મુંબઈમાં તૂટી પડી ઇમારત, એકનું મોત; જાણો અહીં વધુ વિગત

અહીં ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ 2017માં અતિવૃષ્ટ દરમિયાન ગૉસ્ટ્રોસર્જન ડૉ. દીપક અમરાપૂરકરનું મેનહોલમાં પડી જવાથી મૃત્યુ થયું હતું. એથી આવા ખુલ્લા મેનહોલના જોખમને ધ્યાનમાં રાખીને પાલિકાએ એના પર જાળી બેસાડવાનો નિર્ણય લીધો હતો.

Bandra Demolition Threat Case પાકિસ્તાની નંબરથી મળેલી ધમકીનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે સતારામાંથી આરોપીને દબોચ્યો, PoK લિંકથી તપાસ તેજ!
Borivali Investment Scam રોકાણના નામે વૃદ્ધા સાથે ₹૪૭ લાખની ઠગાઈ ૩ મહિનાથી ફરાર આરોપી જેલભેગો, કસ્તુરબા માર્ગ પોલીસને મળી સફળતા
Thane Wanted Housebreaker ઘરફોડ ચોરીના ૧૫ ગુનામાં વોન્ટેડ રીઢો ગુનેગાર ૩ વર્ષ પછી ગુજરાતમાંથી ઝડપાયો થાણે ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
Khar Modeling Sex Racket Busted ખારમાં મોડલિંગની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું મહિલા દલાલની ધરપકડ, પોલીસે સંઘર્ષ કરતી મોડલને કરાવી મુક્ત
Exit mobile version