Site icon News Continuous Bureau | Mumbai

કાંદીવલીના ચારકોપમાં આ વખતે ફ્રી સ્ટ્રીટ. જાણો ક્યાં છે ફ્રી સ્ટ્રીટ અને શું છે કાર્યક્રમ.

News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે મુંબઈવાસીઓ 'સન્ડે સ્ટ્રીટ' કોન્સેપ્ટ શરૂ કર્યો છે, જેમાં દર રવિવારે મુંબઈના અમુક વિસ્તારના રસ્તાઓ સવારના છથી 10 વાગ્યા સુધી ફક્ત સિનિયર સિટિઝન અને બાળકો માટે રિર્ઝવ રાખવામાં આવે છે. અહીં સવારના અમુક કલાકો મનફાવે તે પ્રવૃત્તિ કરવાને લોકો મોકળા હોય છે. આ રવિવારે હવે કાંદીવલી(વેસ્ટ)માં ચારકોપમાં 'સન્ડે સ્ટ્રીટ' હેઠળ રસ્તા ટ્રાફિક માટે બંધ રહેશે.

Join Our WhatsApp Channel

ચારકોપમાં 10 એપ્રિલ, રવિવારના રસ્તાઓ પર સિનિયર સિટિઝન, બાળકો સહિત નાગરિકો મનફાવે તે પ્રવૃતિ કરી શકશે. યોગા, સાયકલિંગ, જોગિંગ, ક્રિકેટ, બેન્ડમિન્ટથી લઈને કોઈ પણ ગેમ વગર કોઈ વિઘ્ન રમી શકશે. વાહનોના હોર્નનો અવાજ હશે ના ટ્રાફિકની ચિંતા હશે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં પ્રસિદ્ધ લેખિકા, કવયિત્રીનું નિધન થયું. ૩૫૦થી વધુ હિન્દી ફિલ્મો માટે ગીતો લખ્યાં હતાં. જાણો વિગતે

મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ ચાલુ કરેલા આ કોન્સેપ્ટ હેઠળ દર રવિવારે તેઓ ખુદ અમુક  સ્થળોની મુલાકાત લઈ નાગરિકોને પ્રોત્સાહન આપતા હોય છે. તેમની સાથે જુદી જુદી પ્રવૃતિમાં જોડાતા પણ હોય છે. ગયા રવિવારે તેઓ બોરીવલી(વેસ્ટ)માં આઈસી કોલોનીની મુલાકાત લઈ નાગરિકો સાથે જોડાયા હતા. 

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version