Site icon

લો બોલો!! ચોમાસામાં આ વર્ષે પણ મુંબઈ પાણીમાં ડુબશે, સરકારે હાથ ઉપર કરી દીધા…જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાના નસીબમાં ચોમાસા(Monsoon)ના ચાર મહિના હાલાકી જ લખી છે. કરોડ રૂપિયા નાળાસફાઈ પાછળ ખર્ચ્યા બાદ પણ મુંબઈ મહાનગરપાલિકા(BMC) સહિત સરકારને ખાતરી છે કે ચોમાસામાં મુંબઈ પાણી(Mumbai flood)માં ડુબવાની જ છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર(Maharashtra)ના પર્યટન અને પર્યાવરણ તથા ઉપનગરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરે(AdityaThackeray)એ આ વર્ષે પણ ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાશે જ એવી કબૂલાત કરીને પોતાના હાથ ઉપર કરી દીધા છે.  

આ સમાચાર પણ વાંચો : PM Modi વિદેશ પ્રવાસે, ક્વાડ સંમેલનમાં ભાગ લેવા આ મહિનાની 24 તારીખે જશે જાપાન, આ ત્રણ દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખો સાથે કરશે બેઠક..

પત્રકારો સાથે વાતચીત દરમિયાન આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે પાલિકા પ્રશાસને ચોમાસા માટે તમામ તૈયાર કરી લીધી છે. તમામ યંત્રણા સજ્જ છે. છતાં ચોમાસા દરમિયાન જો એક દિવસમાં ૨૦૦ મિલીમીટર કરતા વધુ વરસાદ(Rain) પડ્યો, વાદળ ફાટ્યું(cloud burst), કે પછી દરમિયાન મોટી ભરતી હશે અને તે દિવસે જ અતિવૃષ્ટિ થઈ તો તો મુંબઈ પાણીમાં ડૂબી શકે છે.

મુંબઈમાં અત્યાર સુધી ૭૮ ટકા નાળાસફાઈ થઈ હોવાનો દાવો કરતા ઉપનગરના પાલક પ્રધાને કહ્યું હતું કે અત્યાર સુધી જુદી જુદી કરેલી ઉપાયયોજનાને કારણે મુંબઈના ૯૦ ટકા ફ્લડિંગ(flooding spot) સ્પોટ પર પાણી ભરાવવાનું પ્રમાણ ઓછું થયું છે. છતાં અતિવૃષ્ટિ, વાદળ ફાટવા જેવા કુદરતી પ્રકોપને રોકવું શક્ય નથી.

 

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version